કોંગ્રેસનું પ્રથમ લક્ષ્ય ભાજપને હરાવીને વિકાસશીલ સરકારનું નિર્માણ કરવાનું છે: ચિદમ્બરમ્
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમના બયાને કોંગ્રેસને અસમંજસની સ્થિતિમાં મુકી દીધુ છે. ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસે કયારેય ઔપચારિક રૂપથી રાહુલ ગાંધીને પોતાનો પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કર્યો નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો પહેલો ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીને હરાવીને કેન્દ્ર માટે પ્રગતિશીલ સરકારનું નિર્માણ કરવાનો છે. જો કે, કોંગ્રેસમાં રાહુલને દિગ્ગજ નેતાઓ હળવામાં લઈ રહ્યાં છે. ત્યારે ૨૦૧૯ની ચૂંટણી પણ નજીક આવતા પાર્ટીની હાલત અંદરો-અંદર ઈનફાઈટને કારણે નબળી પડે તેવી શકયતા છે.
ચિદમ્બરમે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ઉમેદવાર તરીકે જયારે રાહુલને જાહેર કરવાનો હશે ત્યારે ભારતભરના લોકોને આ વાતની જાણ થશે તો આ વાતને ટૂંકમાં પતાવવા કોંગ્રેસના નેતાઓ કાર્ય કરી રહ્યાં છે. ઉમેદવાર પક્ષને સ્પષ્ટ ન કરતા હજુ પણ આ પદ કોને અપાશે તે પ્રશ્ર્ન છે પરંતુ કોંગી નેતાઓ રાહુલને ઉમેદવાર પક્ષ તરીકે નથી સ્વીકારવા માગતા કે પછી પક્ષની આ એક રાજનીતિ છે તે પણ એક પ્રશ્ર્ન છે. માટે પાર્ટીના નેતાઓ આ અંગે કોઈપણ પૃષ્ટિ કરવા માગતા નથી.
ચિદમ્બરમે કહ્યું હતું કે, કોંગ્રેસે કયારેય જાહેર નથી કર્યું કે, પ્રધાનમંત્રી તરીકે કોને ઉમેદવારી આપવામાં આવશે પરંતુ આ વિચારવાને બદલે તેઓ ગઠબંધનની જીત બાદ નિર્ણય લેવાના છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ કાળે તેઓ વર્તમાન સરકારને પછાડી કેન્દ્રનું નિયંત્રણ કરવાની ઈચ્છા ધરાવે છે. તેઓ એવી સરકાર બનાવવા માંગે છે જે લોકોના માનવ અધિકારની આવશ્યકતાને સમજે અને લોકોને ડરાવવાને બદલે તેનો સહકાર આપે. અમે એવી સરકાર લાવવા માંગીએ છીએ જે વેપારીઓને ટેકસના સકંજામાં ફસાવીને રાખવાને બદલે ઉદ્યોગોમાં તેમની મદદ કરે અને ખેડૂતો સહિત મજૂરોને પણ તેના અધિકારો મળી રહે.