૪૪ કોંગી ધારાસભ્યો અને રાજયસભાની ચુંટણી મામલે રાજીનામા બાદ ખુલ્લા મને નિવેદનો આપતા બાપુ
પ્રદેશ કોંગ્રેસના ૪ ધારાસભ્યો બેંગ્લોરથી ગઇ રાત્રે ૧ર વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ આજે આણંદના ‘નિજાનંદ’ રિસોર્સમાં બસ દ્વારા પહોચ્યા હતા. તેઓ કાલ સુધી રોકાશે તથા અહીં જ રક્ષાબંધન ઉજવશે તેમજ ત્યાંથી જ મતદાન કરવા માટે રવાના થશે. આ કોંગી ધારાસભ્યો પર શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફેરસમાં જાહેર નિવેદન આપતા ચાબખા વિંઘ્યા હતા. તેમજ ચુંટણી મુદ્દે પણ તેમણે નિવેદનો આપ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ શંકરસિંહ વાઘેલાને આ ૪૪ કોંગી ધારાસભ્યો માટે પ્રશ્ર્ન પુછવામાં આવતા તેઓ વરસી પડયા હતા. તેઓએ જણાવ્યુઁ હતું કે કોંગ્રેસમાં ડેમોક્રસી નથી તેમજ તેઓ આ ધારાસભ્યોમાંથી કોઇના સંપર્કમાં નથી અને સલાહ બેગ્લોર રોકાવવા બાબતે જણાવ્યું હતું. કે જનતા પોતાના ધારાસભ્ય માટે તો પ્રશ્ર્ન પુછે જ ને ? લોકો તો પુછવાના જ તેમ ઉમેર્યુ હતું.
રાજયસભાની ચુંટણીને હવે ગણ્યા દિવસો જ બાકીછે. ત્યારે રાજયસભાનો મત ઓપન ન હોવો જોઇએ તેમજ મત કોને આપ્યો તે ગુપ્ત હોવું જોઇએ. તેમ જણાવતા ગુપ્તમતદાનની તરફેણ કરી હતી. તેમ જ તેમના માટે સંકટ સમાન ગણાવતા ગત વખતે ખજુરોહોનો અનુભવ ખરાબ રહ્યો હતો. તેમ જણાવીને રાજયસભાની ચુંટણી માત્ર સંજોગ છે. તેમ કહ્યું હતું તથા ધારાસભ્યોના ખરીદ વેચાણને અયોગ્ય ગણાવ્યું હતું. તથા તેમને પણ વ્હીપ મળ્યો છે.
તેમજ ઉમેર્યુ હતું નોટાનો ઉપયોગ કોગં્રેસ અને ભાજપ દ્વારા ઉપયોગ રાજયસભાની ચુટણીમાં ન કરવા કોર્ટમાં અરજી કરાઇ હતી. નોટા ના વિકલ્પની શંકરસિંહ બાપુએ તેને મજાક ગણાવ્યો હતો. તેમના મતે ઇચ્છી ન હોય તો લોકો મત શા માટે આપે આમ વિવિધ મુદ્દા પર બાપુના નિવેદનોમાં કોંગ્રેસ માંથી મુકત થયા બાદનો બળાપો બહાર આવ્યો હતો.