કર્ણાટકમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ અહીંના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. આ સંજોગોમાં બીજેપી અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. મંગળવારે બીજાપુર જિલ્લાના વિજ્યાપુરમાં આયોજિત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિદ્ધારમૈયા સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
– પીએમ મોદીએ તીન તલાક કાયદા વિશે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જ તીન તલાક પર કાયદો પસાર થવા દીધો નથી. આવી રીતે તેઓ મહિલા સશક્તિકરણ કેવી રીતે કરશે.
– વડાપ્રધાને કહ્યું કે, અહીં એક પણ મંત્રી એવા નથી કે જેમની પર ભ્રષ્ટાચારનો આરોપ ન લાગ્યો હોય. તેમણે રાજ્યના સિંચાઈ મંત્રી વિશે કહ્યું કે, તેમના કૌભાંડની ઘર ઘરના લોકોને ખબર છે. પીએમ મોદી એ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, અહીં સપ્રંદાય અને જાતીમાં લોકોને વહેંચવામાં આવે છે.
– હાલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જનતાની વચ્ચે ગયા વગર એવુ બહાનું વિચારી રહ્યા છે કે, ચૂંટણીમાં હાર પછી શું તર્ક આપવું.
– તેઓ દરેક વાક ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન પર ઢોળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com