કોંગ્રેસે કહી દીધું- અમે નથી રમતા: આપ એકલુ પડી ગયું
EVM સાથે ચેડા થયા કે EVM હેડ કરી લેવામાં આવ્યુ: તે પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીને એમ હતું કે EVM મામલે ભાજપ સરકારની ખુરશી હલબલાવી નાખશે પરંતુ આ આદમી પાર્ટીના તમામ પાસા ઉંધા પડયા છે. કેમ કે તેમને જેમના પર સૌથી વધુ ભરોસો હતો તે સાથી વિપક્ષ કોંગ્રેસ હવે EVMને નહી પડકારે. હવે EVM મામલે આમ આદમી પાર્ટીને થૂકેલુ પાછુ ચાટવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
ચુંટણી પંચે વિપક્ષોને EVMટેમ્પર મામલે પડકાર ફેંકયો હતો અને મંગળવારે દાવો રજુ કરવા જણાવ્યું હતુ પરંતુ કોંગ્રેસ ચૂંટણી પંચનો પડકાર ઝીલવા રાજી નથી. તેમના કોઇ જ કોંગે નેતા આગળ આવ્યા નથી.
કોંગી સૂત્રોએ જણાવ્યું હતું કે અમારા શાસનમાં અમે જ EVMદાખલ કર્યુ અને અમે બે જવાબદારી પૂર્વક તેને પડકારવા માગતા નથી. અમારી માંગ VVPAT અંગે હતી જે ચૂંટણી પંચે ઓલ રેડી સ્વીકારી લીધી છે.
એકંદર. EVM મામલે કોંગ્રેસે કહી દીધું છે કે અમે નથી રમતા હવે ચૂંટણી પંચનો પડકાર કયો વિપક્ષ સ્વીકારે છે કે આપને કોઇ સાથ આપે છે તે જોવાનું રહે છે.