કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસ પાસે પૂર્ણ બહુમત હોવા છતા કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભાજપ પાસે પૂરતુ સભ્ય સંખ્યાબળ પણ ન હોવા છતા સરકાર બનાવવાનું આમંત્રણ આપતા આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં લોકશાહી બચાવો દિવસ અંતર્ગત ધરણા કાર્યક્રમ યોજાયા હતા. રાજકોટમાં રાજયપાલ વજૂભાઈ વાળાના નિવાસ સ્થાને કોંગ્રેસે ધરણા કર્યા હતા.
આ તકે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલના નિવાસ સ્થાને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ધરણા કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com