ઈંધણ પછી તેલનો ગાંડો વિકાસ 3000ની સપાટીએ પહોચેલું તેલ ખાવુ કે સુધીને મુકી દેવું : કોંગી આગેવાન જસવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, ડી.પી. મકવાણા, પ્રભાત ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા,રણજીત મુંધવાનો કટાક્ષ
કેન્દ્રમાં બેઠેલી સરકારને તો માત્ર જાણે ચૂંટણી જીતવી એ એક જ લક્ષ્ય હોય તેમ જે લોકોએ મત આપ્યા તે મતદારો હાલ મોંઘવારીના માર નીચે પીસાઈ રહ્યા છે સરકારના પાપે પેટ્રોલ , ડીઝલ જેવા ઇંધણ બાદ હવે ખાદ્ય તેલ એટલે કે સીંગતેલનો ડબ્બો 3000ની સપાટીએ પહોંચી જતા આ મોંઘુદાટ તેલ ખાવુ કે માત્ર સૂંઘીને મૂકી દેવું તે મોટો પ્રશ્નાર્થ સામાન્ય પ્રજાજનોમાં ઉઠવા પામ્યો છે ત્યારે તેલના ભાવો ઘટાડવા તેલીયા રાજાઓ ઉપર કંટ્રોલ મેળવવો જરૂરી છે તેવો કટાક્ષ કોંગ્રેસ અગ્રણીઓ જસવંતસિંહ ભટ્ટી , ગોપાલ અનડકટ , ડી.પી.મકવાણા , પ્રભાત ડાંગર , ઘનશ્યામસિંહ જાડેજા અને રણજિત મુંધવાએ કર્યો છે.
મોંઘવારીનો મુદ્દો ઉઠાવી જો અમારી સરકાર આવશે તો 100 દિવસમાં મોંઘવારી ઘટાળીશું તેવા વચનો આપી સતા હાન્સલ કરી લીધી હતી બાદમાં હું કોણ અને તે કોણ જેમ બધા વચનો ભૂલી ગયા છે વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો તેલના ડબ્બાનો વિકાસ પણ પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણની જેમ ગાંડો થયો છે .
તેલના ભાવ વધારા ઉપર એક નજર કરીએ તો એક સપ્તાહમાં ડબ્બે 100 થી 125 રૂપિયાનો તેમજ પખવાડિયામાં 180 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે . હાલના સમયે સીંગ તેલનો ડબ્બો રૂપિયા 3000 ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે આ મોંઘાદાટ તેલ ખરીદવા આ ભાજપ સરકારે લોકોને મજબુર કરી દીધા છે લોકો કરકસર કરે તો કેટલી કરે જો કે આવા જ ભાવ રહ્યા તો સીંગ તેલ ખરીદવું પણ એક સપનું બની જશે તે નિશ્ચિત છે.
જન્માષ્ટમી પર્વ ગયા બાદ હવે ગણપતિ મહોત્સવ , નવરાત્રી અને દિવાળી જેવા સિલસિલાબદ્ધ ધાર્મિક તહે આવી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં ગરીબ અને સામાન્ય ઘરના બાળકો સુખેથી તહેવાર ઉજવી શકે અને મીઠાઈ , ફરસાણ આરોગી શકે તે દિશામાં સરકાર ભાવ ઘટાડા તરફ વિચારે તે જરૂરી બની ગયું છે .
બીજી તરફ નીચા ભાવે ખાદ્ય તેલનો સંગ્રહ કરી જયારે તેજી આવે ત્યારે સરકારના જ ઈશારે વેચવા કાઢતા તેલીયા રાજાઓ ઉપર પણ અંકુશ મેળવવું જરૂરી બની ગયું છે સોં વાતની એક વાત ગરીબ પ્રજાનું જીવન દોહયલું કરી દેનાર સરકાર મોંઘવારી ઘટાડવા વિશે પણ ધ્યાન આપે તેવો કટાક્ષ કોંગ્રેસ અગ્રણીઓ જસવંતસિંહ ભટ્ટી , ગોપાલ અનડકટ , ડી.પી.મકવાણા , પ્રભાત ડાંગર , ઘનશ્યામસિંહ જાડેજા અને રણજીત મુંધવાએ કર્યો છે.