કચ્છ યુનિવર્સિટીની મૂલાકાતે કોંગ્રેસ આગેવાનો..
સૈધાંતિક મંજૂરીઓ ચૂંટણીલક્ષી લોલીપોપ: કોંગી પ્રમુખ જાડેજા
કચ્છ યુનિવર્સીટીની જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહીતના આગેવાનોએ મુલાકાત કરી હતી. જેમાં યુનિવર્સીટીના કુલપતિ જાડેજા સાથે કચ્છ યુનિવર્સીટી અને કચ્છના વિદ્યાર્થીઓને લગતા વિવિધ મુદે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સીર્ટીના પુર્વ સેન્ેટ દિપક ડાંગર, ડો. રમેશ ગરવા, રામદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની રાજય સરકાર દ્વારા કચ્છને કાયમ લોલીપોપ મળ્યો છે. તેથી જ આજ નવી જાહેરાતના પગલે કચ્છ યુનિવર્સીટીના કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ સેનેટ સભ્ય દિપક ડાંગરએ જણાવ્યુ હતું કે નખત્રાણા વિસ્તારને સરકારી કોલેજ મળવી ખુબજ હિતાવહ છે. આ મુદ્દે વર્ષોથી કોંગ્રેસ માંગ કરતી આવી છે. જેના માટે કોંગ્રેસના અબડાસાના પુર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના અન્ય પુર્વ ધારાસભ્યો તમામની એજ માંગ હતી કે વિસ્તારના વિદ્યાર્થીઓના હિતમાં નખત્રાણા જી.એમ.ડી.સી. કોલેજને ગ્રાન્ટ ઇન એઇડનો દરજજો મળે અગાઉ પણ ગ્રાન્ટ આપી સરકારે સૈધાંતિક મંજુરીની વાત કરી હતી પણ હજુ સુધ ગ્રાન્ટ ઇન એઇડનો દરજજો મળ્યો નથી. પણ અમારી માંગ તો એ જ હતી અને રહેશે કે તાત્કાલીક કોલેજને ગ્રાન્ટ ઇન એઇટનો દરજજો આપી ચાલુ શૈક્ષણિક સત્રમાં જ મહેકમની મંજુરી આપી અભ્યાસ ચાલુ કરવામાં આવે.વધુમાં દિપક ડાંગરે જણાવ્ય હું તે ૩ વર્ષ પહેલા પણ સરકારે યુનિવર્સીટીમાં નોન ટીચીગ સ્ટાફની ભરતીની સૈધાંતિક મંજૂરી આપી હતી પરંતુ આજ દિવસ સુધી સ્ટાફની ભરતી કરવામાં આવી નથી એટલે જ કહેવું યોગ્ય છે કે સરકારની કથની અને કરણીમાં ફરક છે.
કચ્છ યુનિવસીટીના કુલપતિ જાડેજાને કોંગ્રેસ દ્વારા તમામ વિદ્યાર્થીના હિતની વાત કરવામાં આવી ત્યારે કુલપતિએ તમામ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓના વિમા કવચ લેવાની વાત પણ કરી હતી અને આવનારી ઇ.સી. મીટીગમાં વર્ષોથી કામ કરતા યુનિવર્સીટી સ્ટાફને તેમના કામ પ્રમાણે યોગ્ય વેતન મળી રહે તે માટે પગાર વધારો કરી આપવાની પણ ખાત્રી આપી હતી સાથે સાથે કચ્છના વિદ્યાર્થીઓને પ્રવેશમાં તકલીફ ન પડે તે માટે પણ હકારાત્મક અભિગમ અપનાવા વાત કરી હતી.