સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પક્ષને ઠરાવ્યો દોષી

રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પક્ષઉપર સાબ્દીક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, રાફેલ ડિલમાં ૩૦ હજાર કરોડ રૂપિયાની ચોરી થઈ છે. જેથી રાહુલ ગાંધીએ રાફેલ સોદાની તપાસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમીટી અને કેગ દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ ઉચ્ચારી છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોઈપણ મુદ્દાને લઈ કોંગ્રેસ પક્ષ બીજે કે ત્રીજે દિવસે પત્રકાર પરિષદ યોજી દેતા હોય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ દિવસ એવું નથી કર્યું. કોંગ્રેસે ઘણી વખત અને ખૂબજ લાંબા સમયથી રાફેલમુદ્દે થયેલા ભ્રષ્ટાચાર અંગે ખુલાસાઓ કર્યા છે. ત્યારે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ આ મુદ્દે કોઈપણ ટીપ્પણી કે સફાઈ આપી નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ઘણા ખરા પ્રશ્નો સીધા મોદીને પુછવા માંગેછે. જેમાં પ્રથમ પ્રશ્નોે કે, એચએએલનો કોન્ટ્રાકટ અનિલ અંબાણીને શુકામ આપવામાં આવ્યો. બીજો પ્રશ્નએ કે, એચએએલ પાસે બહોળો અનુભવ હોવા છતાં આ પ્રોજેકટ શુકામ અનિલ અંબાણીને અપાયો, ત્રીજો પ્રશ્ન એ કે રાફેલ વિમાનના ભાવો સંસદમાંકેમ ન જણાવવામાં આવ્યા. જેને લઈ કોંગ્રેસ પક્ષ આ મામલે જેપીસીઅને કેગને માંગ કરી છે કે, આ વિષયની તપાસ હાથ ધરવામાં આવે પરંતુ સરકાર આ મુદ્દે સહેજ પણ તૈયારી દાખવી નથી.

કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, સરકારે કહેવું પડશે કે કેગનો રિપોર્ટ શું આવ્યો છે જે પીએસીના ચેરમેનને દેખાડવો જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉચ્ચત્તમ અદાલતે જણાવ્યું છે કે, પીવીસીને કેગ રીપોર્ટ આપી દેવામાં આવ્યો છે. જયારે પીવીસીને કોઈપણ રિપોર્ટ મળ્યો નથી તે કઈ રીતે થઈ શકે તે એક મુખ્ય પ્રશ્ન  ઉદ્ભવીત થયો છે. ત્યારેરાહુલ ગાંધીએ મોદી સરકારને જણાવ્યું હતું કે, તેઓ કેગનો રિપોર્ટ તેમને દેખાડે પરંતુ હકીકત એ છે કે, ૩૦ હજાર કરોડ રૂપિયાની ભાજપ સરકારે રાફેલમુદ્દે ચોરી કરી છે અને કોંગ્રેસ પક્ષ આને સાબીત કરી દેશને જણાવશે કે, દેશનો ચોકીદાર ચોર છે અને જાણી જોઈ ૩૦ હજાર કરોડની ચોરી કરી છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, જયારે જેપીસી અને કેગનો રિપોર્ટ બહાર આવશે ત્યારે માત્ર બે નામ જ સામે આવશે જેમાં નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીનો સમાવેશ થશે. ત્યારે ઉચ્ચત્તમ ન્યાયાલયે ભારતને ફ્રાન્સથી ૩૬ રાફેલ લડાકુ વિમાનની ખરીદી માટે કલીનચીટ આપી દીધેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.