આકરણી વિનાનાં ૨૦ હજાર મિલકત ધારકો હજી યોજનાનાં લાભથી વંચિત

પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી મહાપાલિકાની વેરા વળતર યોજના આવતીકાલે પૂર્ણ થઈ રહી છે ત્યારે આ યોજનાની મુદતમાં એક માસનો વધારો કરવા વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠિયા અને વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને પત્ર લખી માંગણી કરી છે.

તેઓએ ઉમેર્યું છે કે, હાલ મહાપાલિકામાં ચાલી રહેલી વેરા વળતર યોજનાને શહેરીજનોનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કાર્પેટ એરિયાની અમલવારી બાદ હજી શહેરમાં ૧૫ થી ૨૦ હજાર મિલકતો એવી છે જેની આકારણી થઈ નથી અને હજારો વાંધાઅરજીઓ પેન્ડીંગ પડી છે. આ લોકો પણ વેરા વળતર યોજનાનો લાભ લઈ શકે તે માટે યોજનાની મુદતમાં એક માસનો વધારો કરવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.