હાર બાદ પક્ષમાં ઉભી થયેલી આંતરિક હુંસાતુંસીને ડામવાનો બેઠકમાં કરાયેલો નિર્ણય

લોકસભા ચૂંટણીના ૨૩મીએ જાહેર થયેલા પરિણામોમાં દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની સુનામી છવાઈ જવા પામી છે. જેમાં કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષોનાં સુપડા સાફ થ, જવા પામ્યા છે. આ કારમાં પરાજયમાંથી હતપ્રત બનેલા કોંગ્રેસે નવી દિલ્હીમાં યોજાયેલી વર્કીંગ કમિટીની બેઠકમાં હારનું મનોમંથન કર્યું હતુ કોંગ્રેસની વર્કીંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી પોતાની જવાબદારી સ્વીકારીને પક્ષ પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતુ કે જેનો પક્ષે સ્વીકાર કરી તેમને પ્રમુખ પદે ચાલુ રહેવા વિનંતી કરી હતી.

ચૂંટણી જંગમાં મોદી સામે રાજકીય ટકકર આપવામાં કોંગ્રેસની નેતાગીરી નબળીપૂરવાર થઈ છે. કોંગ્રેસ શાસીત પાંચ રાજયોનાં મુખ્યમંત્રી મોદી સુનામી રોકવામાં નિષ્ફળ પૂરવાર થયા છે. પક્ષની આંતરીક હુતાતુસીથી પાંચ રાજયોનાં કોંગ્રેસની સતા હાવે છતા મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરાવી શકયુ ન હતુ પંજાબમાં કોંગ્રેસના રાજકીય ધબડકા બાદ મુખ્યમંત્રી અમરીન્દ્રસિંગ અને નવજોતસિંહ સિંધુ વચ્ચે હુસાતુસી શરૂ થઈ ગઈ છે. આ મુદે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી ડેમેજ ક્ધટ્રોલમાં લાગી ગઈ છે.

દેશભરમાં કોંગ્રેસના થયેલા ધબડકા બદલ પોતાની જવાબદારી સ્વીકારીને પ્રમુખ રાહુલ ગાંધીએ આપેલા રાજીનામાને ન સ્વીકારીને વર્કીંગ કમીટીએ હાર માટેના વિવિધ કારણો અંગેની ચર્ચા કરી હતી. જે બાદ, આગામી સમયમાં સંસદ અને સંસદ બહાર કોંગ્રેસની વિપક્ષ તરીકે ભૂમિકા કેવી રીતે નિભાવવી તે અંગે ચર્ચાવિચારણાઓ કરવામાં અવી હતી. આ બેઠકમાં યુપીએ અધ્યક્ષ સોનીયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગ, મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા સહિતના કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સામેના આ ચૂંટણી જંગમાં વિજય મેળવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યુ હતુ ચૂંટણી પ્રચાર માટે પોતાના ભાઈને સાથ આપવા પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા હતા. રાહુલ ગાંધીએ પણ મોદી સામે રાફેલ નોટબંધક્ષ, જીએસટી અને ચોકીદાર ચોર હે જેવા મુદાઓને લઈને ભારે રાજકીય પ્રચાર યુધ્ધ કર્યું હતુ. મોદી સામે બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈકના પૂરાવાઓની માંગણી કરીને કોંગ્રેસે ઉભા કરેલા રાષ્ટ્રીય સુરક્ષાના મુદા અને ચોકીદાર ચોર હૈના નરેન્દ્ર મોદી સામેના અભિયાનથી પક્ષને ફાયદાના બદલે નુકશાન વધુ થયું છે.

રાહુલ ગાંધી માટે તો આ ચૂંટણી રાજકીય રીતે પીછેહઠનો સૌથી ભયંકર અનુભવ કરાવનારી બની છે. પારિવારિક દબદબો ધરાવતા અમેઠીની બેઠક પરથી કોંગ્રેસના પક્ષ પ્રમુખની કારમી હારનો સામનો કરવો પડયો છે. જો રાહૂલ ગાંધી વાયનાડમાં ચૂંટણી લડયા ન હોત તો રાહુલ ગાંધી લોકસભામાં પગ મૂકી ન શકત મોદી સુનામીમાં કોંગ્રેસની સાથે સાથે રાહુલ ગાંધીની શાખ માત્ર દાવ પર જ નથી લાગી પરંતુ સંપૂર્ણ પણે ધોવાઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.