ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઉમેદવારોને આપવામાં આવતી ટીકિટો મુદ્દે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. કોંગ્રેસે પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી છે. તો ઉમેદવારોમાં વિરોધના સૂરને કારણે કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોની યાદી હજી સુધી જાહેર કરી નથી. આ દરમ્યાન ઉમેદવારોને ટીકિટ ન મળતાં તેઓ પોતાના પદેથી રાજીનામું આપી રહ્યા છે. ગુજરાત પ્રદેશ સમિતીના લીગલ સેલના વાઈસ ચેરમેન કારણસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ છે. તો સુરત જિલ્લા કોંગ્રેસમાં વધુ એક મોટા નેતાનું રાજીનામું પડ્યું છે.
કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. ગુજરાત પ્રદેશ સમિતિના લીગલ સેલના વાઇસ ચેરમેન કારણસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ગાંધીનગર ઉત્તરમાંથી કારણસિંહ સોલંકીએ ટિકિટ માંગી હતી. જોકે, કોંગ્રેસે નિશીત વ્યાસને ટિકિટ આપતાં રાજીનામું ધરી દીધુ છે.
અમિત શાહે પ્રવીણ રાઠોડને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા
સુરત જિલ્લા કોંગ્રેસમાં વધુ એક મોટા નેતાનું રાજીનામું પડતાં જિલ્લાક્ષેત્રે રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ઉપપ્રમુખ અને બારડોલી કામરેજના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રવીણ રાઠોડ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. વડોદારામાં અમિત શાહે પ્રવીણ રાઠોડને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.