મોહનભાઈ રાઠવાની ચેરમેન તરીકે અને કુંવરજીભાઈ બાવળીયાની વાઈસ ચેરમેન તરીકે નિયુકતી
કોંગ્રેસ દ્વારા વિધાનસભા સંસદીય સલાહકાર સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં ચેરમેનપદે મોહનભાઈ રાઠવા તથા વાઈસ ચેરમેન તરીકે કુંવરજીભાઈ બાવળીયાની નિયુકિત કરવામાં આવી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત રાજયના સંગઠન પ્રભારી અશોક ગેહલોતજીએ વિધાનસભા કોંગ્રેસ સંસદીય સલાહકાર સમિતિની રચનાને મંજુરી આપી છે.
જેમાં ચેરમેન તરીકે મોહનસિંહ રાઠવા, વાઈસ ચેરમેનપદે કુંવરજીભાઈ બાવળીયા, ક્ધવીનર તરીકે રાજેન્દ્રસિંહ પરમાર, કામકાજ સલાહકાર સમિતિના પ્રતિનિધિપદે ડો.અનિષ જોષીયારા અને પુજાંભાઈ વંશ જયારે સભ્ય તરીકે નિરંજનભાઈ પટેલ, વિક્રમભાઈ માડમ, સોમાભાઈ પટેલ, વિરજીભાઈ ઠુંમર, સુખરામભાઈ રાઠવા, જીતુભાઈ ચૌધરી, બળદવેજી ઠાકોર, અશ્ર્વિન કોટવાલ, જવાહરભાઈ ચાવડા અને પી.ડી.વસાવાની વરણી કરવામાં આવી છે.