છઠા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પ્રચારનો ધમધમાટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા અને દિલ્હીમાં જાહેર સભા સંબોધી, કોંગ્રેસને આડે હાથ લીધી
લોકસભા ચૂંટણીમાં ૧૨મી મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં સહિત સાત રાજ્યોની ૫૯ સીટ પર મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે વડાપ્રધાને હરિયાણાના ફતેહબાદમાં સભા સંબોધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પરિણામોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ૨૩મેએ ફરી એકવાર મોદી સરકાર બનવાની છે. ઉપરાંત આજે વડાપ્રધાને દિલ્હીના રામલીલા મેદાનમાં પણ ચૂંટણી સભા સંબોધી હતી.
નોંધનીય છે કે, પીએમ મોદીએ હિસાર અને ઓરિસ્સામાં જીતનો દાવો કર્યો છે. આ બંને સીટને પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનો ગઢ માનવામાં આવે છે. હિસારના બીજેપીના ઉમેદવાર બૃજેશ સિંહ અને સિરસામાં સુનીત દુગલ છે. જ્યારે હિસારથી જજપાના દુષ્યંત ચૌટાલા અને સિરસાથી ચરણજીત સિંહ રોડી સાંસદ છે. ભાજપના નિશાના પર હુડ્ડાનો ગઢ રોહતક પણ છે. હુડ્ડાથી કોંગ્રેસના દીપેન્દ્ર સિંહ હુડ્ડા સાંસદ છે. હુડ્ડા ચોથી વાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણી સભામાં વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસને તકલીફ થઈ રહી છે કે, એક ચા વાળો આટલો આગળ કેવી રીતે નીકળી ગયો. તેમણે રોબર્ટ વાડ્રા પર પ્રહાર કરતાં કહ્યું કે, હું તેને જેલના દરવાજા સુધી લઈ આવ્યો છું અને આગામી પાંચ વર્ષમાં જેલની અંદર પણ મોકલી દઈએ. બસ તમારા આશીર્વાદ જોઈએ. જેમણે દેશને લૂંટ્યો છે હું વ્યાજ સહિત તેનો હિસાબ ચૂકવીશ.
મોદીએ કહ્યું, એક બાજુ અમે ખેડૂતોના હિતના માટે ખૂબ ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ ત્યારે બીજી બાજુ કોંગ્રેસ જુઠ અને દગાનું રાજકારણ કરી રહી છે. દેવા માફ કરવાના નામે તેમણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ખેડૂતો સાથે દગો કર્યો છે. હવે તેની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. તમે દિલ્હીમાં જે નવી સરકાર બનાવી છે તેણે સેનાને એક નવુ બળ આપ્યું છે. હવે આપણા સપૂત પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડામાં જઈને તેમને મારે છે. જે આતંકીઓ એક સમયે આપણને ડરાવતા હતા તેઓ આજે છુપાઈને બેઠા છે. હવે તમામ આતંકી હુમલાના આરોપીઓને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે.