- હાઇકોર્ટે નગર સેવકોના સભ્યપદ રદ કરવાના શાસકોના નિર્ણયને ઠેરવ્યું ‘ગેરબંધારણીય’
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બનેલા રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઈ ના કોર્પોરેટર પદ રદ કરવાના શાસકોના પગલાં સામે કોંગ્રેસે કાયદા નો આશરો લેતા કોંગ્રેસના તરફેણમાં હાઇકોર્ટે ચુકાદો આપી રદ કરાયેલા કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભરાઈ ની તરફેણમાં ચુકાદો આપતા કોંગ્રેસે હાઇકોર્ટનો આ ચુકાદો આવકારી જણાવ્યું હતું કે અંતે સત્યનો વિજય થયો.
હાઇકોર્ટમાં કોંગ્રેસ તરફે આવેલા ચુકાદાને લઈને કોંગ્રેસના આગેવાનોએ મિન્ટ હોટલ ખાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં વશરામભાઈ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, સંજયભાઈ અજુડીયા, મકબુલભાઈ અને કોમલ બેન ભરાઈ સહિતના કોંગ્રેસના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ને સત્યનો વિજય થયો હોવાનું ગણાવી વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઈ એ જણાવ્યું હતું કે સત્યનો હંમેશા વિજય થાય છે ભલે થોડી વાર એવું લાગે કે .સતને આંચ આવશે પણ એવું નથી.. અંતે વિજય તો સત્યનો જ થાય છે.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટમાં વોર્ડ નંબર 15 ના કોર્પોરેટરો ના સભ્યપદ બંધારણની કલમો ની જોગવાઈ વિરુદ્ધ અને મ્યુનિસિપલ એક્ટ વિરુદ્ધ જઈને રદ કર્યા હતા કોંગ્રેસના વોર્ડ માં પગ પે સારા માટે ચૂંટણી પણ ડિકલેર કરી દીધી હતી. અને વોર્ડના દરેક બુથમાં ભાજપના કોર્પોરેટરોને જવાબદારી પણ ફાળવી દીધી હતી. રાત દિવસ પ્રચાર કર્યો હતો પરંતુ અમને ન્યાયપાલિકા પર ભરોસો હતો અને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અમારા વકીલ ચિંતનભાઈ ચાંપાનેરીએ કરેલી રજૂઆતો સાંભળી હાઇકોર્ટે કોંગ્રેસને સ્ટે આપ્યો હતો હાઇકોર્ટની અમારા વિરોધીઓને આ પ્રથમ લપડાક હતી અને ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી હતી હવે 16 ફેબ્રુઆરીએ હાઇકોર્ટના જજ વૈભવી નાણાવટીના હુકમથી વોર્ડ નંબર 15 ના બંને કોર્પોરેટરના સભ્યપદ રદ કરવાનો નિર્ણય અયોગ્ય ઠેરવીને અમને ન્યાય મળ્યો છે હાઇકોર્ટમાં મ્યુનિસિપલ એક્ટ અધિનિયમ 1986 નો અભ્યાસ કરી અપાયેલા ચુકાદાએ સત્યનો વિજય છે કોંગ્રેસ તરફે હાઇકોર્ટમાં વકીલ તરીકે રોકાયેલા દિવ્યેશભાઈ નિમાવત નો કોંગ્રેસ આગેવાનોએ આભાર માન્યો હતો કોંગ્રેસના આગેવાનોએ વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટરોના સભ્યપદ રદ કરવાના પગલાં ને ગેરકાયદેસર જાહેર કરનાર હાઇકોર્ટના ચુકાદા ને આવકારી ન્યાયતંત્રનો આભાર માન્યો હતો.