કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના દાવેદારોએ દર્શન કર્યા
અબડાસા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ એકજુથ થઇ વધુમાં વધુ સરસાઇથી આ બેઠક કબજે કરવાના ભાગ રુપે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષના દાવેદારો દ્વારા અબડાસા વિધાનસભા ક્ષેત્રના દેવસ્થાનો તથા કોમી એકતાના પ્રતીક સમાન સુફી સંતાનો આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રથમ ચરણની શરુઆત ધાર્મિક સ્થળોથી કરાઇ હતી. જેમા શહેનશાહ પીર હાજીપીર વલી તથા કચ્છ ધણીયાણી આઇ આશાપુરાના મંદીરે મા ના આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રથમ ચરણની શરુઆત ધાર્મિક સ્થળોથી કરાઇ હતી. જેમા શહેનશાહ પીર હાજીપીર વલી તથા કચ્છ ધણીયાણી આઇ આશાપુરાના મંદીરે માના આર્શીવાદ મેળવ્યા હતા. ઉપરાંત જડેશ્ર્વર મહાદેવ, જુશબ દદાની દરગાહ, ત્રિકમ સાહેબ મંદિર, સિંહ ટેકરી, નિષ્કલંકી ધામ, પિયોણિ મહાદેવ, જોગમાયા માતાજી નેત્રા, ખેતાબાપા ધામ, કમળેશ્ર્વર મહાદેવ, ઉમીયા શક્તિપીઠ, કોરાશરીફ દરગાહ, ઝારા સ્મારક, ગુરુદ્વારા લખપત, ધોસમામદ કુબો, મહાતીર્થ નારાયણ સરોવર, કોટેશ્ર્વર વગેરે સ્થળોએ માથું ટેકવીને આર્શીવાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા કોગ્રેસ સમીતીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સાથે વિધાનસભાના દાવેદારો સર્વ પી.સી. ગઢવી, ચેતનભાઇ જોષી, રાજેશભાઇ આહીર, તકિશાબાપુ સૈયદ, આરબભાઇ જત, ડો. શાંતીલાલ સેંઘાણી, માવજી મહેશ્ર્વરી, હિંમતસિંહ સોઢા, વિશનજી પંચાણી, ઇકબાલભાઇ મંધરા, રામદેવસિંહ જાડેજા, રામેશભાઇ ધોળુ અને દેશુભા જાડેજા જોડાયા હતા. ઉ૫રાંત અન્ય આગેવાનો હાસમભાઇ નોતીયાર, જશંવતભાઇ પટેલ, હસનભાઇ રાયમા, અશ્ર્વિનભાઇ રુપારેલ, ઇબ્રાહીમભાઇ કુંભાર, અનીલ જોષી, હાજી હસન મેમણ, ભીમજીભાઇ વડોરા અને ઇકબાલ ઉરસ વિ. સાથે જોડાયા હતા. અને આ આગેવાનોને અંતરથી ઉમળાભેર આવકાર મળ્યો હતો. એવું કચ્છ જીલ્લા કોંગ્રેસ ભવનના કાર્યાલય મંત્રી ધીરજ રુપાણીની યાદીમાં જણાવાયું છે.