આવતીકાલે ભાજપ સ્થાપના દિન નિમિતે બુથયાત્રા, ૧૪મી એપ્રીલે આંબેડકર જન્મજયંતી નિમિતે ૧૮મી એપ્રીલે સ્વચ્છતા દિન નિમિતે દરેક વોર્ડમાં સફાઇ અભિયાન સહિતના કાર્યક્રમો
શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની સાંજે બેઠક
‘અબતક’ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની મુલાકાત
કોંગ્રેસે વર્ગવિગ્રહ કરાવવા માટે ષડયંત્રો રચ્યા હોવાનો આક્ષેપ આજરોજ ‘અબતક’ની વિશેષ મુલાકાતે આવી પહોંચેલા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષ ડો.ઋત્વિજ પટેલે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપને લોકસભામાં ૨૬માંથી ૨૬ બેઠકો મળશે. યુવાનોને ડિજિટલ ક્ષેત્રે આગળ કરવમાં ભાજપે મહત્વનો ભાગ ભજવ્યો છે. કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકારે યુવાનોને પ્રોત્સાહીત કર્યા છે.
ડો.ઋત્વિજ પટેલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ત્રણેય કોંગ્રેસ માટે સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છે. તેમણે ખોડલધામનો દાખલો આપતા કહ્યું હતું કે, હાર્દિક પટેલે સમાચારમાં રહેવા માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજીનામા અંગે બેફામ નિવેદન કર્યા છે. હાર્દિક હંમેશા સમાચારમાં રહેવા માંગે છે.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અઘ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અઘ્યક્ષતામાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતિમાં આજે તા.પના સાંજે ૬.૩૦ વાગ્યે શહેરના મેયર બંગલા ખાતે ભાજપ યુવા મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી યુવા ભાજપના અપેક્ષીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. ત્યારે રાજકોટ ખાતે આ બેઠકને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ શહેર યુવા ભાજપની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના ૬ એપ્રીલ ‘ભાજપ સ્થાપના દિન’ નિમિતે યોજાનાર બુથ યાત્રામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દરેક બુથમાં મોટી સંખ્યામાં જોડાશે. વધુમાં વધુ યુવાનોને આ બુથયાત્રામાં જોડવા માટે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. તેમજ તા.૧૪ એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિતે યુવા મોરચા દ્વારા સામાજીક સમરસતાની ભાવના બળવતર બને તે માટે જિલ્લા મથકે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવે. પ્રત્યેક બુથમાંથી ૧૦ થી વધુ યુવાનો જિલ્લા કક્ષાએ.