જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ ચોક અને કોટેચા ચોકમાં રેસકોર્સ-૨ના ભૂમિપૂજન અને રેલનગર બ્રિજના લોકાર્પણના મુખ્યમંત્રીના ફોટાવાળા બેનરોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો

આગામી બુધવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અલગ અલગ કાર્યક્રમોના ભૂમિપૂજન, લોકાર્પણ અને ઉદ્ઘાટન માટે રાજકોટ આવી રહ્યાં છે. ત્યારે શહેરના અલગ અલગ રાજમાર્ગોના સર્કલ ખાતે મુખ્યમંત્રીએ આવકારતા બેનરો આજે કોંગી કાર્યકરોએ ફાડી નાખ્યા છે. દરમિયાન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આ ઘટનાની ગંભીર નોંધ લેતા જવાબદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રીના બુધવારના રાજકોટના કાર્યક્રમને લઈ શહેર ભાજપના હોદ્દેદારો તા શહેરની સેવાકીય અને સામાજિક સંસઓ દ્વારા મુખ્યમંત્રીને આવકારતા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આજે સવારે કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોંગી અગ્રણી કાશ્મીરાબેન નવાણી, મિતુલભાઈ દોંગા અને ભાવેશભાઈ બોરીચા સહિતના આગેવાનોએ શહેરના કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, મહિલા કોલેજ ચોક અને કોટેચા ચોકમાં મુખ્યમંત્રીને આવકારતા બેનરો ફાડી નાખ્યા હતા અને સ્ળ પર ભાજપ તા મુખ્યમંત્રી વિરુધ્ધ વ્યાપક સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

કોંગી આગેવાનો અને કાર્યકરોએ મુખ્યમંત્રીના કાર્યક્રમના બેનરો ફાડયા હોવાની વાત જાણવા મળતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ સંબંધિત અધિકારીઓને રાજમાર્ગો પર લગાવવામાં આવેલા સીસીટીવીની ફૂટેજના આધારે જવાબદાર સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે.

કોંગી કાર્યકરોએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે, રાજમાર્ગો પર આવેલા સર્કલ ખાતે બેનરો લગાવવા પર પ્રતિબંધ છે છતાં ભાજપના બેનરો સર્કલો પર લાગે છે. જો કોંગ્રેસ કે, કોઈ સંસ સર્કલ ખાતે બેનરો લગાવે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે અને બેનરો ઉતરાવી લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.