ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીની સ્ક્રીનીંગ કમીટીની એક અગત્યની બેઠક સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન બાલાસાહેબ થોરાટના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અકોશ ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ ભરતસિંહ સોલંકી, સ્ક્રીનીંગ કમીટીના સભ્ય મીનાક્ષી નટરાજન, ગીરીશ ચોદનકર, અજય લલ્લુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા ઉ૫સ્થિત રહ્યાં હતાં.
સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં સમગ્ર રાજયમાંથી કોંગ્રેસ પક્ષના નિશાન પર જે લોકોએ ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારી નોંધાવેલ છે.
તે ઉમેદવારો અંગે તમામ સ્થાનિક સામાજીક સમીકરણો અને જીતની શકયતાઓને ઘ્યાનમાં લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમામ બેઠકોની ચચા બાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને દિવાળી પછી આખરી ઓપ આપવામાં આવશે.