કોંગ્રેસના આગેવાનોમાં આંતરીક જુથવાદ હોવાનું બહાર આવ્યું: ભાજપના ઉમેદવાર બીનહરીફ જાહેર કરાયા
ધ્રાગધ્રા શહેરમા વોડઁ નંબર ૧ હંમેશ માટે ચચાઁમા જ રહ્યો છે ત્યારે અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચુટણીના પરીણામ સમયે પણ અહિના કોગ્રેસ તથા ભાજપના ઉમેદવારો વચ્ચે ટાઇ પડતા બાદમા ટોસ દ્વારા કોગ્રેસની પેનલ બની હતી જેમા ચાર કોગ્રેસી સદશ્યમાના એક કૌશીકભાઇ પટેલ પોતાનુ રાજીનામુ ધરતા અહિ ફરીથી પેટા ચુટણીના પડઘમ વાગ્યા હતા ગત દિવસોમા રાજ્યના અનેક સ્થળો પર પેટા ચુટણી જાહેર થઇ હતી જેની સાથે જ ધ્રાગધ્રા વોડઁ નંબર ૧ની પણ પેટા ચુટણી હોય જેથી ભાજપ તથા કોગ્રેસ એમ બંન્ને ઉમેદવારો પોત પોતાના પક્ષમાથી ફોમઁ ભયુઁ હતુ.
અચાનક આજે ફોમઁ પાછુ ખેચવાના અંતિમ દિવસોમા કોગ્રેસી ઉમેદવાર મેરુભાઇ જીલાભાઇ કાટોડીયા દ્વારા ફોમઁ પરત ખેચતા રાજકારણમા અવનવી વાત વહેવા લાગી હતી. ભારતીય જનતા પાટીઁમાથી ઉમેદવાર તરીકે ફોમઁ ભરનાર જીલાભાઇ મેવાડા બિન હરીફ થતા ભાજપના કાયઁકતાઁઓ તથા આગેવાનોમા એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે કોગ્રેસમાથી ફોમઁ પરત ખેચતા કોગ્રેસના આગેવાનોમા આંતરીક જુથવાદ હોવાનુ બહાર આવ્યુ હતુ ત્યારે હાલ તો કોગ્રેસી ઉમેદવારે અંતિમ દિવસે ફોમઁ પરત ખેચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજય થયા હતા.