-
પેટા ચુંટણીમાં લોકપ્રચારઐતિમ તબકકામાં: સ્વ. પ્રભાતભાઇ ડાંગરે કંડારેલી વિકાસયાત્રાને આગળ ધપાવવા મતદારોને કોલ
-
કોંગ્રેસ કોર્પોરેટર સીમીબેન જાદવ અને કોંગ્રેસ કોર્પોરેટર રેખાબેન ગજેરા લોકપ્રશ્ર્નો અને ગરીબોની વેદનાને વાચા આપે છે તેવી જ રીતે હું પણ ગરીબોના હકક અને હિત માટે લડત લડીશ: કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમનું વચન
વોર્ડ-૪ માં પેટા ચુંટણીનો લોકપ્રચાર હવે અંતિમ તબકકાએ પહોંચી ગયો છે. ત્યારે કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમએ મતદારોને મજબુત વચન આપતા કહ્યું છે કે, કોંગ્રેસના સ્વર્ગસ્થ કોર્પોરેટરશ્રી પ્રભાતભાઇ ડાંગરે કંડારેલી વિકાસયાત્રાને આગળ ધપાવીશ અને સાથી મહિલા નગરસેવિકાની જેમ જ હું પણ ગરીબોની વેદનાને વાચા આપીશ અને ગરીબોના હક અને હિત માટે સતત લડતો રહીશ. વિસ્તારમાં સતત લોકોની વચ્ચે જ રહીશ અને હરહમેશ લોકોની સેવા માટે ૧૦૮ બનીને રહીશ.
વોર્ડ-૪ માં કોગ્રેસના નિડર નિષ્ઠાવાન અને પ્રભાણિક યુવા ઉમેદવાર કૈલાસ નકુમએ કહ્યું છે કે, વર્ષોથી લોકોના કામ નિશ્ર્વાર્થભાવે કરી રહ્યો છું માટે વોર્ડ-૪ માં દરેક મતદાર અને વ્યકિતગત રીતે ઓળખે છે અને મારા સેવાકાર્યને બિરદાવે છે. એટલે મતદારોને વચન આપવું અને નિભાવવું એ મારી નૈતિક ફરજ છે. રાજકીયનેતા તરીકે નહિ પણ એક નિષ્ઠાવાન લોકસેવક તરીકે સેવા કરું છું. દરેક સમાજને સાથે રાખું છું. વોર્ડ-૪ માં વિકાસયાત્રા પુરપાટ દોડાવવી છે. લોકોના કામ માટે પીછેહટ કરવી નથી. લોકો માટે ગરીબો માટે આક્રમક આંદોલનની પણ મારી તૈયારી છે.
સેવાકીય સમાજિક અને સંસ્કૃતિ કામગીરી કરવા માટે મારો એક અલગ શોખ છે. રાધા-મીરાં દાંડીયારાસ હોય કે પછી મંદબુઘ્ધિના બાળકોની સેવાપ્રવૃત્તિ કરવી મને ગમે છે. ખેડુત ખાતેદાર હોવાથી ખેડુતોની સમસ્યા અને ખેડુતોના પ્રશ્ર્ન અંગે માહિતગાર છું. ખેડૂતોનું હિત મારા હૈયે વસેલું છે.
વોર્ડ-૪ માં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે. છેડતી, ટપોરીગીરી, ગુંડાગીરી, લુખ્ખાગીરીએ માંજા મૂકી છે. અસામાજીક તત્વો બેકાબુ બન્યા છે. ત્યારે આ સિઘ્ધિને થાળે પાડવા કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે શાંતિનો માહોલ બને. બહેન-દીકરીઓ બીફીકર ઘરનાથી બહાર નીકળી શકે તેવી સ્થિતિના નિર્માણ માટેની મારી લડત હશે અને મને વિશ્ર્વાસ છે કે આ લડત હું સફળતા પૂર્વક પૂર્ણ કરીશ.
વોર્ડ-૪ માં લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. નર્મદાના પાણીના બેફામ ધાંધિયા છે. રસ્તાની હાલતા અત્યંત બત્તર છે. આ તમામ પ્રશ્ર્ન ઉકેલવા હું અને મારા સાથી કોર્પોરેટરો સતત પ્રયત્નશીલ રહેશું. ઠેક-ઠેકાણે ગંદકીના તલાવડા છલકાયા છે. ઉકરડાના ડુંગર ખડકાયા છે. રોગ-ચાળો બેકાબુ બન્યો છે. ત્યારે લોકોની સુખાકારી માટે લોકોનું આરોગ્ય તંદુરસ્ત બની રહે તે માટે કોર્પોરેશનના નીભર તંત્ર સાથે બાથ ભીડીશ. લોકોના કામ કરવા માટે તંત્રને ફરજ પાડીશ. મતદારોને આ મારું વચન છે.