મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાનું નામ હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં મોખરે હોવાની ચર્ચા
હળવદ-ધાંગધ્રા ની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર નું નામ જાહેર કરી દીધું છે ત્યારે હવે એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે કે કોંગ્રેસમાંથી કોણ..? ત્યારે હાલ કોંગ્રેસ પક્ષ પાટીદાર ફેક્ટરને ધ્યાને લઇ પાટીદાર સમાજ ના કોઈ ચહેરાને મેદાને ઉતારે તેવું જાણવા મળ્યું છે જેમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા નું નામ મોખરે ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે
હળવદ- ધાંગધ્રા ની સીટ પર પરસોતમભાઈ સાબરીયાએ એકાએક રાજીનામુ ધરી થઇ ભાજપમાં જોડાઈ ગયા હતા જેથી લોકસભાની ચૂંટણી સાથે સાથે યોજાનાર હળવદ ધાંગધ્રા ની પેટાચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પરસોત્તમભાઈ સાબરીયા નું નામ જાહેર કર્યું છે. ત્યારે હવે હળવદ ધાંગધ્રા માં એક જ ચર્ચા થઇ રહી છે કે કોંગ્રેસમાંથી કોણ..? ત્યારે તમામ ચર્ચાઓની વચ્ચે વર્ષોથી કોંગ્રેસ સાથે અને તેની વિચારધારાને વળેલા માળીયા તાલુકાના સરવળ ગામના અને હાલ કોગ્રેસ શાસીત મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા નું નામ હાલ કોગ્રેસ દ્વારા તૈયાર કરાયેલ પેનલમાં સૌથી આગળ ચાલતું હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે
આ કારણે કોંગ્રેસ કિશોર ચીખલીયા પર પસંદગી ઉતારી શકે છે મોરબી જિલ્લા પંચાયત ની મોટા દહિસરા સીટ પર સતત બે ટર્મથી વિજય મેળવે છે , ૨૦૧૭માં પણ મોરબી માળીયાની બેઠક પર દાવેદારી નોંધાવી હતી તેમજ પાટીદાર સમાજ પર પ્રભુત્વ સાથેજ હાલ જીલ્લા પંચાયત ના પ્રમુખ છે