આધુનિક બસ સ્ટેન્ડ, ધોળી ધજા ડેમ પર પાર્ક, સિવિલ હોસ્પિટલમાં
વિવિધ ફેકલ્ટીની નિયુકતી સહિતના મુદ્દે રજુઆત કરાશે
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માં નગર પાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ નો સદંતર અભાવ છે,જે ને ઉજાગર કરવા અને પ્રજા માં જન જાગરુતી લાવવા સુરેન્દ્રનગર શહેર કોનગરેસ સમિતિ ના કમલેશ કોટેચા,જીલ્લા કો નગરેસ પ્રમુખ મનુભાઈ પટેલ,સુરેન્દ્રનગર જીલ્લા કોનગરેસ ઉપ પ્રમુખ સુબોધ જોષી,મહાદેવ દલવાડી,રોહીત પટેલ,મુસાભાઇ,સાહીર સોલનકી,મહેબુબ ખાન મલીક,અને શહેર ની ન્યાય પ્રિય જનતા જનાર્દન ને સાથે રાખી ને સુરેન્દ્રનગર શહેર ના સર્વાનગી વિકાસ માટે ” લોક જાગરુતિ અભિયાન” રાત્રિ ધરણા ” નો કાર્યક્રમ યોજવામાં આવશે .જેમા શહેર ના વિકાસ માટે કાર્યરત તમામ નાગરિકો ને ઉપસિથત રહેવા નિમનતરન પાઠવવામાં આવેછે.
સુરેન્દ્રનગર શહેર ની નગર પાલિકા ને મહાનગરપાલિકા બનાવવા માટે કેમ વિલંબ થય રહયો છે ,તેના માટે સામુહિક રીતે સરકાર શ્રી મા રજુઆત કરી અને મહાનગરપાલિકા બનાવવા પરિણામ લક્ષી ઉકેલ લાવી ભાવી પેઢી ને સુવિધા યુક્ત શહેર આપીએ.
આનતરિયાલ ગ્રામિણ વિસ્તારો માં થી કામકાજ માટે શહેર મા આવવા જવા મુસાફરી કરતા લોકો તેમ જ વિધ્યાર્થીઓ,તથા સુરેન્દ્રનગર શહેર ના નાગરિકો માટે સંપૂર્ણ સગવડતા યુક્ત આધુનિક બસ સટેનડ બનાવવા ની ફક્ત વાતો ચાલે છે પણ અમલ કરવામાં આવતો નથી જે ની પણ સરકાર શ્રી મા રજુઆત કરી અને શહેર ને આધુનિક બસ સ્ટેશન અપાવવા સહભાગી થઈ એ.
સુરેન્દ્રનગર શહેર મા પરિવાર સાથે રજા ના દિવસો મા ફરવા માટે ધોલી ધજા ડેમ પર પાર્ક બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ ઘણો સમય વીતવા છતાં પાર્ક બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી નથી જે થી સૌ સાથે મલી ને શહેર ને સંપૂર્ણ સુવિધા યુક્ત આધુનિક બનાવીએ અને શહેર ની ૧૫૦ બેડ ની ક્ષમતા ધરાવતી સિવીલ હોસ્પિટલ મા વિવિધ ફેકલટી ના નિષનાત તબીબોની નિયુક્તિ કરવામાં સતત પ્રયત્નશીલ રહી રજુઆત કરતા રહીએ.