પૂર્વ કેન્દ્રિય દિનશા પટેલની અઘ્યક્ષતામાં અમદાવાદમાં સંમેલન
અમદાવાદમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે. અગાઉ આ મોટેરા ગ્રાઉન્ડ સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. જો કે નવનિર્માણ બાદ સમગ્ર સ્પોર્ટસ કોમ્પલેકસને સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ નામ આપવામાં આવ્યું છે. પરંતુ ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી નામ આપવામાં આવ્યુઁ છે. જેની સામે આજથી કોંગ્રેસ દ્વારા આંદોલનનું રણશીંગ ફુંકવામાં આવ્યું છે.
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની અઘ્યક્ષતામાં આજે બપોરે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર સ્મારક હોલ ખાતે એક સંમેલન બોલાવવામાં આવ્યું છે. લોખંડી પુરૂષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને શ્રઘ્ધાંજલી આપવાના ઉમદા આશ્રય સાથે અમદાવાદના મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડનું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામકરણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ આ ક્રિકેટ ગ્રાઉન્ડનું રિનોવેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે ક્રિકેટ સ્ટેડિયમના સ્થાને એક વિશાળ સ્પોર્ટસ સંકુલનું સરદાર પટેલ નામ આપવામાં આવ્યું છે. અને અહી આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. જેની સામે અગાઉથી થોડો ઘણો વિરોધ ઉડી રહ્યો છે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ કરવા માટે આજથી કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના અઘ્યક્ષ સ્થાને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની રચના કરવામાં આવી છે. અને આજે સંમેલનનું આયોજન કરવામા: આવ્યું છે.