મોંઘી દાળ, મોંઘુ તેલ, સઘળો છે, ભાજપનો ખેલ, સૂત્રોવાળા પ્લેકાર્ડ, ગળામાં ટામેટાના હાર પહેરી મોંઘવારીનો વિરોધ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના મુજબ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેર કોંગ્રેસ કાર્યાલય થી જયુબેલી બાગ ચોક સુધી મોંઘવારી વિરુદ્ધ માં બાઈક રેલી યોજાઈ હતી.

DSC 6695 scaled

જેમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં મોંઘવારીથી પીડાતી પ્રજા વતી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ માં બાઈક રેલી યોજી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પ્રજાજનો ને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન જીવન જરૂરિયાત વસ્તુના ભાવમાં વધારો ઝીંકી રહી છે.

DSC 6693 scaled

અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારી માં વધારો કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય થી જયુબેલી બાગ ચોક સુધી મોંઘવારી વિરુદ્ધ માં બાઈક રેલી યોજાઈ હતી જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડિયા, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રભારી દીપેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ  ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી,  ભાર્ગવભાઈ પઢીયાર, રાજદીપસિંહ જાડેજા, ફ્રન્ટલ-સેલના ચેરમેનો હરપાલસિંહ જાડેજા, આશિષસિંહ વાઢેર, નીલેશભાઈ વિરાણી,  વોર્ડ પ્રમુખો ગીરીશભાઈ ઘરસંડિયા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઈ તાળા, વિજયસિંહ જાડેજા, બીજલભાઈ ચાવડીયા, વાસુરભાઈ ભંભાણી, નરેશભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટરો મનસુખભાઈ કાલરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, નીલેશભાઈ મારુ, જેન્તીભાઈ બુટાણી, તેમજ આગેવાનો ગોવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ અનડકટ, કનકસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, ઠાકરસીભાઈ ગજેરા, કમલેશભાઈ કોઠીવાર, સુરેશભાઈ ગરેયા, સિકંદરભાઈ ડાકોરા, રવિભાઈ ડાંગર, નરેશભાઈ ગઢવી, પ્રકાશભાઈ વેજ્પરા, દીપ ભંડેરી, પ્રવીણભાઈ મુછડિયા, હીરાભાઈ ચાવડા, હિતેશભાઈ માંકડિયા, ઈમરાનભાઈ પરમાર, દીપેનભાઈ ભગદેવ, હીરાભાઈ પરમાર, મનીષાબેન પરમાર, પર્શભાઈ સોલંકી, વાલજીભાઈ બથવાર, હિરલબેન રાઠોડબાઈક રેલીમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.