રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં ભાજપ સત્તા ટકાવવાના પ્રયાસો કરી રહીં છે. જ્યારે કોંગ્રેસ સત્તા બનાવવા માટે એડિચોટીનું જોર લગાવી રહીં છે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા બાદ હાલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતના પ્રવાસે છે, તેવામાં સિદ્ધપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ સહિત બે હજારથી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો છે.આ ઉપરાંત સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, એપીએમસીના ચાર ડાયરેક્ટર, સિદ્ધપુર તાલુકા અને સરસ્વતી તાલુકાના સરપંચ સહિત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના મહામંત્રી પણ ભાજપમાં જોડાયા છે ત્યારે બળવંતસિંહની હાજરીમાં આ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેથી બળવંતસિંહે સિદ્ધપુર પંથકમાં પોતાનું વર્ચસ્વ ફરીવાર સાબિત કરી બતાવ્યું છે.