શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ અગ્રણી ડો.હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની ઉપસ્થિતમાં નિમણૂંક પત્ર અપાયા
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના તમામ ૧૮ વોર્ડના પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. આગામી દિવસોમાં વોર્ડ પ્રભારીઅને ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં તમામને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેર કોંગ્રેસ સમીતી દ્વાાર ૧૮ વોર્ડના પ્રમુખોની નિમણૂંક કરાઈ છે. જેમાં વોર્ડ નં.૧ના પ્રમુખ તરીકે રમેશભાઈ ઝુંઝા, ૨માં કૃષ્ણદત્તભાઈ રાવલ, વોર્ડ નં.૩માં તુષારભાઈ દવે, વોર્ડ નં.૪માં અલ્પેશભાઈ ટોળીયા, વોર્ડ નં.૫માં રણમલભાઈ સોનારા, વોર્ડ નં.૬માં રાજેશભાઈ કાપડીયા, વોર્ડ નં.૭માં કેતનભાઈ ઝરીયા, વોર્ડ નં.૮માં મહેન્દ્રભાઈ શ્રીમાળી, વોર્ડ નં.૯માં ગીરીશભાઈ ઘરસંડીયા, વાર્ડ નં.૧૦માં જગદીશભાઈ ડોડીયા, વોર્ડ નં.૧૧માં કેતનભાઈ તાળા, વોર્ડ નં.૧૨માં જગદીશભાઈ સખીયા, વોર્ડ નં.૧૩માં મેપાભાઈ કણસાગરા, વોર્ડ નં.૧૪માં રાજેશભાઈ કાચા, વોર્ડ નં.૧૫માં વાસુભાઈ ભંભાણી, વોર્ડ નં.૧૬માં દિપુલભાઈ સાવલીયા, વોર્ડ નં.૧૭માં દર્શનભાઈ ગૌસ્વામી અને વોર્ડ નં.૧૮માં દિપકભાઈ ધવાની પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે. જેઓને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, પ્રદેશ આગેવાન હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા અને મયુરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં નિમણૂંક પત્ર અપાયા હતા.
ટૂંક સમયમાં વોર્ડ પ્રભારી અને ઈન્ચાર્જની નિમણૂંક કરાશે
શહેર કોંગ્રેસ સમીતી દ્વારા આજે કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તમામ ૧૮ વોર્ડમાં પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. દરમિયાન આગામી દિવસોમાં તમામ વોર્ડના પ્રભારી અને વોર્ડ ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોકભાઈ ડાંગરે ચાર્જ સંભાળ્યા બાદ રાજકોટમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. નવનિયુક્ત પ્રમુખોને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં દરેક વોર્ડમાં સંગઠન મજબૂત કરી ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવા પણ અપીલ કરાઈ છે.