પોરબંદર કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કિર્તી મંદિરમાં પ્રાર્થનાસભા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પોરબંદરથી અમદાવાદ સાબરમતી સુધી અને દાંડીથી સાબરમતી સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે સવારે પોરબંદરી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આરંભ કરાવ્યો હતો. પોરબંદર કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયા બાદ કિર્તી મંદિર ખાતે ર્પ્રાનાસભા યોજાઈ હતી અને ત્યારબાદ આ ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુકત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મદિનની શાનદાર ઉજવણી કરવા માટે સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં અલગ અલગ ૨ સ્થળેથી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરી તેઓની કર્મભૂમિ અમદાવાદ સાબરમતી આશ્રમ સુધીની યાત્રા અને સાબરમતીથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે પોરબંદર ખાતેથી ગાંધી સંદેશ યાત્રાનો વિધિવત આરંભ યો હતો. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોરબંદર ખાતેી વિધિવત યાત્રાનો આરંભ કરાવ્યો હતો. ગાંધી સંદેશ યાત્રામાં ગુજરાતી રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ પણ ઉપસ્તિ રહેવાના છે. આજે બપોરે ૪:૩૦ કલાકે ચૌટાી આ ગાંધી સંદેશ યાત્રાનો રાજકોટ જિલ્લામાં પ્રવેશ થશે. ૫ વાગ્યે ઉપલેટા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઉપલેટા શહેરમાં યાત્રા પરિભ્રમણ કરશે. ૬:૩૦ કલાકે યાત્રા ધોરાજી ખાતે આવી પહોંચશે. ત્યાં પરિભ્રમણ કરી સભામાં રૂપાંતરીત થશે અને રાત્રી રોકાણ પણ ધોરાજી ખાતે જ થશે. આજે સવારે ૯ કલાકે પોરબંદર કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ૯:૩૦ કલાકે કિર્તી મંદિર ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. ૧૦:૩૦ કલાકે યાત્રાનું વિધિવત રીતે પ્રસન કરવામાં આવ્યું હતું.
ગાંધી સંદેશ યાત્રા આવતીકાલે રાજકોટમાં આવી પહોંચશે અને ૨૯મીના રોજ શહેરના અલગ અલગ સ્થળોએ પરીભ્રમણ કરશે. ગાંધી સંદેશ યાત્રામાં કોંગ્રેસે એક નવું સુત્ર આપ્યું છે. સત્ય એ જ પરમેશ્ર્વર છે જે સમગ્ર ગુજરાતમાં આગામી ૨જી ઓકટોબર સુધી ગુંજતું રહેશે. સાબમતીથી દાંડી સુધી પણ ગાંધી સંદેશ યાત્રાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ બંને યાત્રા ૨જી ઓકટોમબરના પૂર્ણ થશે.