આગામી દિવસોમાં ઉમેદવાર પસંદગી અંગે પ્રક્રિયા શરૂ કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી સત્તા વિહોણી કોંગ્રેસ દ્રારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરની ચાર  વિધાનસભા બેઠકોના આગેવાનો સાથે લોકસભાના નિરીક્ષણએ બેઠક યોજી હતી.

આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે સંગઠન અને સંકલન અંગેની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકૃષ્ણ ઓઝાજી, રાજકોટ સંસદીય વિસ્તારના નિયુક્ત થયેલા રાજસ્થાન સરકારના ખાણ-ખનીજ અને પશુપાલન મંત્રી પ્રમોદ જૈનજી, કેબિનેટ મંત્રી અંતા બારાંજી, મેઘવાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બારાંના ધારાસભ્ય  પાનાચંદજીની ઉપસ્થિતીમાં શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત, અશોકભાઈ ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, માઈનોરીટી વિભાગ ચેરમેન યુનુસભાઈ જુણેજા, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ વિરોધપક્ષના નેતા અતુલભાઈ રાજાણી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ સોરાણી, રાજદીપસિંહ જાડેજા, સહિતના વોર્ડ પ્રમુખો, વિવિધ ફ્રન્ટલ સેલ વિભાગના હોદ્દેદારો, સહિતના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.