નર્મદા વિરોધી મેઘા પાટકરના કોંગ્રેસે વખાણ કરતા ભાજપનું વિરોધ પ્રદર્શન
રાજકોટના લોકોની સુખાકારી માટે સાથ-સહકાર, સલાહ-સૂચન આવકાર્ય
તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ઉપસ્થિતિમાં શહેરના કોર્પોરેશન ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને પુર્ણ કરવા માટે ખુદ નરેન્દ્રભાઇ મોદીએ મોટી લડાઇ લડી છે. આ યોજના પુરી કરવા માટે ઉપવાસો પણ કર્યા છે. વડાપ્રધાન બન્યા પછી ૧૭મા દિવસે નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા બંધ પર દરવાજા બનાવવાની મંજૂરી આપી દીધી. જ્યારે કોંગ્રેસે વર્ષો સુધી નર્મદા યોજનાના કાર્યને ખોરંભે ચડાવ્યું હતું. આ સમગ્ર બાબત ગુજરાતની જનતા જાણે છે. જ્યારે આજે ગુજરાત વિરોધી અને નર્મદા વિરોધી મેઘા પાટકર ગુજરાતમાં ઘુસવાનો પ્રયાસ કરે, ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે, ગુજરાતનો વિકાસ રુંધાય તેવા પ્રયત્નો કરનાર ગુજરાત વિરોધીનો કોંગ્રેસ આભાર માની રહી છે તે બાબત અત્યંત દુ:ખદ છે તેમજ મેયર ડો.જૈમન ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે કોંગ્રેસે નર્મદા વિરોધી મેઘા પાટકરના વખાણ કરી પોતાની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે.
આ તકે પ્રફુલ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિઘ્ધપરા, દિવ્યરાજસિંહ ગોહિલ, વિક્રમ પુજારા, રઘુ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, અશોક લુણાગરીયા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન ભુત, માધવ દવે, પ્રદિપ ડવ, નિલેશ જલુ, ડો.દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, રાજુ અઘેરા, નેહલ શુક્લ, કાનાભાઇ ડંડૈયા, ઘનશ્યામ કુગશીયા, દુષ્યંત સંપટ, જીતુ સેલારા, વી.એમ.પટેલ, રજનીભાઇ ગોલ, મહેશ બથવાર, સુરેશ વસોયા, હીરેન ગોસ્વામી, જયમીન ઠાકર, અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, બીનાબેન આચાર્ય, અશ્ર્વીન ભોરણીયા, પૃથ્વીસિંહ વાળા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર,આસીફ સલોત, હારૂનભાઇ શાહમદાર, યાકુબ પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના પ્રવીણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, જયંતભાઇ ઠાકર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.