ટીઆરપી ગેમ ઝોનની ઘટનના મૃતકોની માસિક પુણ્યતિથિ નિમિત્તે અને હતભાગીઓને અંજલિ અર્પવા કાલે કોંગ્રેસ દ્વારા અપાયું અડધો દિવસનું બંધનું એલાન: પત્રકાર પરિષદમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારી અને ભ્રષ્ટ શાસનને પગલે તારીખ 25 મે ના રોજ બનેલી ટીઆરપી ગેમ ઝોનની અત્યંત દુ:ખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા માસુમ બાળકો અને પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મૃતકો ની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રાજકોટ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ન્યાય મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે મુદ્દાઓ ઉઠાવેલ છે અને શરૂઆતથી જ રાજકોટ ની જનતાએ સાથ અને સહકાર આપ્યો છે રેસકોષે ખાતે કેન્ડલ માર્ચ થી લઈ શ્રદ્ધા સમનમાં રાજકોટ વાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટમાં લાલજીભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ મેવાણી અને પાલભાઈ આંબલીયાની ટીમ દ્વારા જે ઘેર ઘેર ખૂણે ખૂણે જે પત્રિકાઓ પહોંચાડી દેવાઇ તે અભિનંદન ને પાત્ર છે. અગાઉની ઘટનાઓમાં મતદાતાઓનો વિશ્વાસ હલી ગયો છે અને એસઆઇટીએ ફક્ત લિફાફા સિવાય કશું જ નહીં એસઆઇટીની તપાસ એ ચાર્જ સીટ નો ભાગ ન બને કોર્ટ ચાર્જશીટ નો પાર્ટ ન હોય તો કોર્ટમાં ચાલે નહીં. સાગઠીયા ને પકડી લીધા એટલે બધું બરોબર નહીં એના બોસ પણ હતા બોસની પકડીને ધાક બેસાડવી જોઈએ. બંધારણમાં લોકોને જાન, માલ મિલકતની જવાબદારી એ સરકારની છે જ્યાં કમિશનર, કલેકટર, ડીએસપી, મેયર ધારાસભ્ય જાય છતાં પણ કોઈ નાનું અધિકારી પીએસઆઇ કે પીઆઇ દરજ્જાના વ્યક્તિ તેને બંધ ન કરાવી શકે સંવેદનશીલતા મરી પરવારી છે. જે દિવસે ગેમ ઝોનની પટના ઘટી તે દિવસે રાહત દરે એન્ટ્રી હોવાથી આ ઘટનામાં મધ્યમ વર્ગના લોકો ભોગ બન્યા છે. સરકાર ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ કરી શકતી હોય તો વધુ સહાય સરકાર ચૂકવી શકે આવતીકાલે બંધના વેપારીઓનો આભાર વ્યક્ત કરું છું પત્રકાર મિત્રો એ સત્ય ઉજાગર કરેલ છે તેનો પણ આભાર માનું છું જે મલબો હટાવેલ છે તે પુરાવાનો નાશ કરે છે તે એક ચિંતાનો વિષય છે રાજકોટને સૌરાષ્ટ્રનું હૃદય સમાન છે અત્યારે અડધો દિવસ બંધ રાખવા અમારી અપીલ છે ગ્રુહ મંત્રી, મુખ્યમંત્રી રાજકોટ આવ્યા પછી તેમને એમ થતું નથી કે ચાલો લડત કરવાવાળા સાથે વાત કરાવીએ વજુભાઈ આ સીટ ખાલી કરી નરેન્દ્ર ભાઈ ને રાજકોટ થી કારકિર્દી શરૂ કરી અને હાલ નરેન્દ્ર ભાઈ વિદેશ ફરિ રહ્યા છે કેમ રીલીફ ફંડ માંથી એક મોટી સહાય ન ચૂકવી શકે પદાધિકારીઓની જવાબદારી હોય જ છે ભૂતકાળમાં રહેલ દુર્ઘટના રેલ મંત્રીએ રાજીનામું આપેલા ઘટનાઓ બની છે ત્યારે આ કોઈ દુર્ઘટના નથી આ તો હપ્તાઓનું દુષણ છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સતત 26 દિવસથી રાજકોટના ખૂણે ખૂણે અમે લોકો ફરી રહ્યા છે પાનના ગલ્લે વેપારીઓને લોકોને મળ્યા છીએ ડોર ટુ ડોર 70 થી 80,000 લોકોનો સંપર્ક કર્યો છે સરકાર ભાજપના ભ્રષ્ટ નેતાઓની ધરપકડ કરવા માગતી નથી અગાઉની જે ઘટનાઓ બની છે તેમાં ભાજપના નેતા ની હોય તેમ પીરિત પરિવારો રાજકોટમાં પણ તપાસ છીન ભિન્ન કરી નાખવા માગે છે એસઆઇટી એ કોથળામાંથી બિલાડું કાઢેલ છે ફક્ત 20 જ લીટર પેટ્રોલ હતું તેમ જણાવેલ છે અધિકારીને બચાવવા એસઆઇટી એ તર્કટ રચ્યું છે પુરાવા સાથે ચેડા કરવા અને પુરાવાનો નાશ કરવા ભારતીય જનતા પક્ષના ભ્રષ્ટ નેતાઓના પાપે આ દુર્ઘટના સર્જાય છે. રાજકોટની જનતા કસોટી એ વિપક્ષની નહીં પીડિત પરિવારનું નહીં રાજકોટના નાગરિકોને ન્યાય મળશે. આવતીકાલે રાજકોટની ભ્રષ્ટ પોલીસ પણ દારૂના અડ્ડાઓ બંધ રખાવે એવી મારી અપીલ છે.
આજની આ પત્રકાર પરિષદમાં પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષભાઈ દોશી, રાજકોટમાં પ્રભારી બિપેન્દ્રસિંહ જાડેજા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, બળદેવભાઈ લુણી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા નિદત ભાઈ બારોટ, જશવંતસિંહ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.
કાલે અડધો દિવસ રાજકોટ સ્વયંભૂ બંધ રહે: શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે, મોરબીની ઘટના, તક્ષશિલા કાંડ, વડોદરા ના હરણીકાંડ માં આજ દિન સુધી લોકોને ન્યાય મળેલ નથી અને રાજકોટમાં ગેમઝોનની ઘટનામાં પણ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે શંકા છે 25મી ઘટના એક મહિનો થયો માસિક પુણ્યતિથિ રાજકોટ સ્વયંભૂ બંધ રહે દુકાનદાર વેપારી એસોસિયેશન સંપૂર્ણપણે સાથ આપેલ છે બંધમાં ટીમમાં અમારી ટીમો રસ્તા પર નીકળશે કોઈ જબરદસ્તી નહીં હાથ જોડીને વિનંતી કરાશે માનવતાના ધોરણે જો સહકાર આપે તો ઠીક છે બાકી જે લોકો બંધ નહીં કરે તેવા વેપારીઓના સોશિયલ મીડિયામાં આવા બંધમાં ન જોડાનાર વેપારીઓ ના વિડીયો વાયરલ કરાશે.
રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે,રાજકોટમાં ટીઆરપી અગ્નિ કાર્ડ તે માનવ સર્જિત હત્યાકાંડ છે. ભાજપના ભ્રષ્ટાચારના પાપે નાગરિકો અને બાળકો એ જીવ ગુમાવ્યો છે. એસઆઈટીએ સત્ય શોધવા માટે હતી કે સત્યનો નાશ કરવા માટે હતી તે પણ પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. અગ્નિકાંડમાં પદાધિકારીઓ અને અધિકારીઓ બન્ને જવાબદાર છે. મોરબીમાં જુલતાપુલ દુર્ઘટના થઈ ત્યારે ચૂંટણી હતી એટલે સુપરસીડ કરવામાં આવી હતી. મોરબીની જનતાને સુપર સીડ કરીને દેખાવ કરવામાં આવ્યો હતો. નાગરિકોને સુરક્ષા આપવાના દાવા કરતી સરકાર સુરક્ષા આપી શકતી નથી. સરકારને ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે. હવે જયારે આ અગ્નિકાંડ બન્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલીકાને તાકીદે સુપરસીડ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
રાજકોટના વેપારીઓ, જનતા બંધને પ્રચંડ ટેકો કરશે: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણી રાજકોટમાં અગ્નિકાર્ડની 25મી તારીખે માસિક પૂર્ણતિથીએ નિમિત્તે શહેરની જનતાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ કસોટી પીડીત પરિવારોની નથી કે અમારી વિપક્ષની નથી રાજકોટની છે. રાજકોટના વેપારીઓ, જનતા બંધને ખૂબ મોટી સંખ્યામાં ટેકો કરશે. સરકારને પૂછવા માગીએ છીએ કે શા માટે ભારતીય જનતા પાર્ટીના મોટા મગરમચ્છોના ભ્રષ્ટાચારના પાપે આ ઘટના બની. શા માટે તેમની હજી સુધી ધરપકડ થઈ નથી. સાગઠીયા અને નાની માછલીઓ પર ઠીકરુ ફોડી મોટા મગરમચ્છો ને બચાવી રહ્યા છો તેને રાજકોટ અને ગુજરાતની જનતા જોઈ રહી છે. એસઆઇટીના રિપોર્ટમાં પણ કશું જ નીકળવાનું ન હતું. 20 લીટર પેટ્રોલની વાત કરવામાં આવે છે તો હું નથી માનતો કે ત્યાં 20 લીટર જ પેટ્રોલ હોય. ખૂબ મોટો પેટ્રોલનો જથ્થો હતો તો જ 3000 ડિગ્રી જેટલું તાપમાન બ્લાસ્ટમાં સર્જાયું હોય. નાગરિકોએ પણ ખૂબ સાવચેતી રાખવી જોઈએ. તક્ષશિલા, હરણી, લઠ્ઠા કાંડ હોય દરેક ઘટનામાં ગુજરાતની અને રાજકોટની જનતાએ જાગવું જોઈએ.