અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, દિગ્વીજયસિંહ, કમલનાથ, ભૂપેન્દરસિંહ હુડ્ડા, મોહન પ્રકાશ, ડો.રઘુ શર્મા સહિતના નેતાઓનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ
ગુજરાત વિધાનસભાની 182 પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. રાજ્યમાં છેલ્લાં 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસ દ્વારા ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે આ વખતે એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચાર માટે આજે કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે.
પક્ષના રાષ્ટ્રીય મલ્લીકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. આજે કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડરા, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, રમેશ ચૈન્નીથલ્લા, દિગ્વીજયસિંહ, કમલનાથ, ભૂપેન્દરસિંહ હુડ્ડા, અશોક ચૌહાણ, તારીક અનવર, બી.કે.હરિપ્રસાદ, મોહન પ્રકાશ, શક્તિસિંહ ગોહિલ, ડો.રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ, શિવાજીરાવ મોંઘેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, સિદ્વાર્થભાઇ પટેલ, અમિતભાઇ ચાવડા ઉપરાંત નારણ રાઠવા, જીજ્ઞેશ મેવાણી, પવન ખેરા, ઇમરાન પ્રતાપગ્રહી, કનૈયા કુમાર, કાંતિભાઇ ભૂરીયા, નશીમ ખાન, રાજેશ લીલોટીયા, પરેશ ધાનાણી, વિરેન્દરસિંહ રાઠોડ, ઉષા નાયડુ, રામ કિશન ઓઝા, બી.એમ.સંદીપ, અનંત પટેલ, અમિન્દરસિંઘ રાજા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.