વિવિધ માંગો પૂરી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
જસદણના જુના માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે જેમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી મગફળીની ખરીદીથી ખેડુતો ત્રાહિમામ પોકારી ગયા છે. જેને લય જસદણ તાલુકાના ખેડુતો બહોળી સંખ્યામાં એકઠા થયા અને જસદણ કોંગ્રેસ પરિવાર ધીરજ શીંગાળા, ગજેન્દ્રભાઇ રામાણી, અવસરભાઇ નાકીયા, વિનુભાઇ ધડુક, તુષારભાઇ છાયાણી, છગનભાઇ વોરા, ધીરુભાઇ છાયાણી, જયેશભાઇ મયાત્રા, હરેશભાઇ ધાધલ, સુરેશભાઇ છાયાણી, મોહસીન મુલતાની, રણજીતભાઇ મેર નિલેશભાઇ તોગડીયા, બસીર પરમાર, ચેતન વ્યાસ, ફળજીભાઇ મકવાણા, પ્રવીણભાઇ પરમાર સહીતના જસદણ કોંગ્રેસ પરિવાર સમીતીના આગેવાનો દ્વારા જસદણ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું.
એક દિવસના જે ૩૦ ખેડુતોની મગફળી ખરીદવામાં આવે છે એના બદલે પ૦ ખેડુતોની મગફળી ખરીદવામાં આવે તેમજ મગફળીના કાંટા હાલ ફકત બે જ છે. તે કાંટા વધારીને દસ કાટા કરવામાં આવે અને જે હાલ કર્મચારીઓ છે તે બીન અનુભવી છે. જેમ કે મામલદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ તલાટીઓ જેવા બીન અનુભવી અધિકારીઓને મગફળીની ખરીદી કર્વામાં મુકયા છે કે જેઓનો આ વિષયનો અનુભવ જ ના હોય અને બીન અનુભવી છે. તો આવા અધિકારીઓને પુર્તિ ટ્રેનીંગ આપવામાં આવે અથવા તો અનુભવી કર્મચારીઓને મુકવામાં આવે વગેરે રજુઆતો કરવામાં આવી છે.
પુરી રાત સુધી ખેડુતોને ભુખ્યા તરસ્યા વારામાં ઉભા રહેવું પડે છે ૧ર કલાકે ખેડુત વારામાં ઉભો રહે છે ત્યારે માંડ તેમનો વારો આવે છે બાદ મગફળીની ચકાસળી કર્યામાં આવે છે. તો અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે આપની મગફળી ભેજ વાળી છે તો અહિ લેવામાં નહી આવે તો ખેડુતોને ધરમના ધકકાઓ ખાવા પડે છે. ટેકાનો ભાવ મળવાના બદલે આવવા જવાના રૂ ચાર હજાર ભાડુ પણ ઘરના ખર્ચે ભોગવવાનો વારો આવે છે અને અંતે મગફળી ઘરે પરત લઇ જવી પડે છે.
તેમજ ખેડુતો માટે અહીં પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી દુર દુરના ગામડાઓ માથી આવતા ખેડુતોને પીવાના પાણી માટે જયાં ત્યાં વલખાઓ મારવા પડે છે. તો સરકાર દ્વારા ખેડુતો માટે પીવાના પાણીની પણ તાત્કાલીક વ્યવસ્થા કર્વામાં આવે જેવી વિવિધ ખેડુતોની માંગ સાથે જસદણ કોંગ્રેસ સમીતી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
અને જો કોંગ્રેસ સમીતીની યોગ્ય માંગ સમજી વહેલી તકે ખેડુતોને ન્યાય નહી મળે તો જસદણ વીંછીયા તાલુકાના દરેક ખેડુતોનું મહાસંમેલન બોલાવવામાં આવશે અને કોંગ્રેસ સમીતી તેમજ ખેડુતો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવાની પણ પુરી તૈયારીમાછે. આ તકે ભાજપ હાય હાય ના નારાઓ સાથે ખેડુતોએ ભાજપને જાકારો આપ્યો હતો.