- બોટાદ બેઠક પર કોગ્રેસ ઉમેદવાર બદલ્યા રમેશભાઇ મેરના બદલે મનહર પટેલને ટિકીટ
- રાજકોટ પશ્ચિમમાં મનસુખભાઇ કાલરીયા, મોરબીમાં જયંતિભાઇ પટેલ, ધ્રાંગધ્રા બેક માટે છતરસિંહ ગુંજારિયા, જામનગર ગ્રામ્યમાં જીવણભાઇ કુંભરવાડીયા અને ગારીયાધારમાં દિવ્યેશ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર: તમામે ફોર્મ ભર્યા
કોંગ્રેસ દ્વારા રવિવારે ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ઉમેદવારોના નામની બે અલગ અલગ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 39 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બોટાદ બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવ્યા છે. પ્રથમ તબકકાના મતદાનમાં જે બેઠકો માટે ચુંટણી થવાની છે તે બેઠકો માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના તમામ ઉમેદવારોએ આજે નામાંકન પત્ર દાખલ કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા ગઇકાલે ઉમેદવારોના નામની વધુ એક યાદીમાં અલગ અલગ છ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બોટાદ બેઠક પર અગાઉ રમેશભાઇ મેરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં ઉમેદવાર બદલને મનહરભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી છતરસિંહ એસ. ગુંજારિયા, મોરબી બેઠક પરથી જયંતિભાઇ જેરામભાઇ પટેલ, રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી મનસુખભાઇ કાલરિયા, જામનગર ગ્રામ્ય બેઠક પરથી જીવણભાઇ કુંભરવાડીયા અને ગારીયાધાર બેઠક પરથી દિવ્યેશભાઇ મનહરભાઇ ચાવડાને ટિકીટ આપવામાં આવી છે. ગઇકાલે સાંજે કોંગ્રેસ દ્વારા વધુ એક યાદી જાહેર કરાય હતી જેમાં 33 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
વાવ બેઠક માટે ગેનીબેન ઠાકોર, થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપુત, ધાનેરા બેઠક પર નાથાભાઇ પટેલ, દાંતા બેઠક પર કાંતિભાઇ ખરાડી, વડગામ બેઠક પર જીજ્ઞેશ મેવાણી, રાઘનપુર બેઠક પરથી રઘુભાઇ દેસાઇ, ચાણસ્મા બેઠક પરથી દિનેશભાઇ ઠાકોર, પાટણ બેઠક પરથી ડો. કીરીટકુમાર પટેલ, સિઘ્ધપુર બેઠક પર ચંદનજી ઠાકોર, વીજાપુર બેઠક પરથી ડો. સી.જે. ચાવડા, ખેડબ્રહ્મા બેઠક પરથી તુષારભાઇ ચૌધરી અને મોડાસા બેઠક પરથી રાજેન્દ્રસિંહ ઠાકોરને કોંગ્રેસ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.
જયારે માણસા બેઠક પરથી બાબુસિંહ ઠાકોર, કલોલ બેઠક પરથી બદદેવજી ઠાકોર, વેજલપુર બેઠક પરથી રાજેન્દ્ર નટવરલાલ પટેલ, વટવા બેઠક પરથી બળવંતભાઇ ગઢવી, નિકોલ બેઠક પરથી રણજીતભાઇ બારડ, ડાકરબાપા નગર બેઠક પરથી વિજયકુમાર બ્રહ્મભટ્ટ,, બાપુનગર બેઠક પરથી હિંમતસિંહ પટેલ, દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદિન શેખ, જમાલપુર, ખડીયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલા, દાણી લીમડા બેઠક પરથી શૈલેષભાઇ પરમાર, સાબરમતિ બેઠક પરથી દિનેશભાઇ મહિડા, બોરસદ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમાર અને અંકલાવ બેઠક પરથી અમિતભાઇ ચાવડાને ટિકીટ આપવામાં આવી છે.
આ ઉપરાંત આણંદ બેઠક પરથી કાંતિ સોઢા પરમાર, સોજીત્રા બેઠક પરથી પુનમભાઇ પરમાર, મહુધા બેઠક પરથી ઇન્દ્રજીતસિંહ પરમાર, ગરબાડા બેઠક પરથી ચંદ્રીકાબેન બારૈયા, વાઘોડીયા બેઠક પરથી સાયજીતસિંહ ગાયકવાડ, છોટા ઉદપુર બેઠક પરથી સંગ્રામસિંહ રાઠવા જેતપુર પાલી બેઠક પરથી સુખરામભાઇ રાઠવા અને ડભોઇ બેઠક પર બાલ કિશન પટેલને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ છ યાદીમાં 182 બેઠકો પૈકી 144 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રની બોટાદ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંઘ્યાએ ઉમેદવાર બદલવામાં આવ્યા છે. અગાઉ બોટાદ વિધાનસભા બેઠક પર રમેશભાઇ મેરને ટિકીટ આપવામાં આવી હતી. ઉમેદવાર બદલી હવે મનહરભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી છે.