સફાઈ કરાવી મચ્છરનો ઉપદ્રવ અટકાવવા નગરપાલિકામાં રજૂઆત
સુરેન્દ્રનગર શહેરની નગરપાલિકા હસ્તક માં રહેલું મેળાનું મેદાન જે વર્ષે લાખો રૂપિયાની આવક આપતો આ મેળાનું મેદાન હાલમાં ગંદકીથી ખદબદી રહ્યું છે
ત્યારે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી કમલેશભાઈ કોટેચા દ્વારા આ ગંદકીથી વિશે વિડિયો વાયરલ કરી અને સાફ-સફાઈ આયાત કરવા માટેની માંગણી કરવામાં આવી છે ત્યારે મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયા છે જે ગંદા બની ગયા છે અને મચ્છરો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે ત્યારે એક બાજુ ગંદકીના ગંજ ખડકાયા છે જ્યાં દેશી દારૂની અસંખ્ય કોથળી ઓ પણ જોવા મળી રહી છે જ્યારે એક બાજુ દાસના ના વાળાઓ ખડકાયેલા છે જ્યારે બીજી બાજુ અસંખ્ય ગાયો પણ જોવા મળી રહી છે આમ છતાં પણ આ મેળાના મેદાનમાં શાકભાજી વેચવા વાળા પણ આ ગંદકીના ગંજ વર વચ્ચે બેસે છે ત્યારે તાત્કાલિક ધોરણે આ ગંદકીને સાફ સફાઈ કરવા માટેની તેમજ દવા છંટકાવ કરવા માટેની સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તસવીરો મેળાના મેદાન વિશેની ગવાઈ આપી રહી છે