આઝાદી પહેલાથી દેશના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતી દોઢ દાયકા જુની કોંગ્રેસ પાર્ટીને ગઇકાલે વડાપ્રધાન મોદીની આગેવાની વાળા ભાજપ અને એનડીએના હાથે હાર ખમવી પડી છે. એનડીએના હાથે લોકસભામાં સતત બીજી વખત હારના કારણે કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીનું ભવિષ્ય ધુંધળુ થઇ જવા પામ્યું છે. ર૦૧૪ માં કોંગ્રેસને મળેલી ૪૪ બેઠકોમાં આ ચુંટણીમાં માત્ર થોડો જ જ વધારો થવા પામ્યો છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધીના અનેક પ્રયાસો છતાં મતદારોએ તેમને જાકારો આપીને લોકસભામાં માત્ર થોડીક બેઠકોનો વધારો આપ્યો છે. જેની કોંગ્રેસને આ લોકસભામાં પણ વિરોધ પક્ષના નેતાનું પદ મળશે કે કેમ? જેના પર પણ પ્રશ્ર્ચાર્થ ઉભો થઇ જવા પામ્યો છે.
જેથી સતત બીજી હાર કોંગ્રેસ અને રાહુલને ભારે નુકશાની ન પહોચાડયું છે જેની કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે. જેથી કોંગ્રેસ અને રાહુલનું રાજકીય ભાવિ હવે ધુંધળુબની ગયું છે. મતદારોએ પણ કોંગ્રેસને સતત બીજીવખત જાકારો આપ્યો હોય આગામી ચૂંટણીમાં રાહુલના નેતૃત્વ હેઠળ પાર્ટી કેવો દેખાવ કરી શકશે તેના પર તેનુ રાજકીય ભવિષ્ય નક્કી થશે.