જવાબદારો સામે આકરી કાર્યવાહી અને બેદરકારો સામે પગલા ભરવા આઈ.જી.ને આવેદન
મોરબી પુલ દુર્ઘટનાની તપાસમાં પ્રારંભથીજ ઓરેવા કંપનીના સંચાલકો, પાલીકાના પદાધિકારીઓ સામે ઢીલી તપાસનો આક્ષેપ કરી ઉપપ્રમુખ ગાયત્રી બા વાઘેલાએ રેન્જઆઈજીને પત્ર પાઠવી ઓરેવાના સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરતા આવેદન પત્રમાં માંગ કરી છે.
મોરબી કલેકટર, મોરબી નગરપાલીકા અને અજંતા મેન્યુ. ત્રણેય પક્ષકારો વચ્ચે થયેલ કરારનામુ બધાજ કાગળો ગુન્હાના કામે કબજે લઈ જવાબદારોને આરોપીતરીકે જાહેડવા., આ બ્રીજની રીપેરીંગ બાબતે ઓરેવા કંપની દ્વારા કોને કામ સોંપવામાં આવ્યું હતુ તેની તપાસ કરવી., નકકી કરવામાં આવેલ શરતો અને તેના પાલન બાબતે તેમની જવાબદારી અંગેનીતપાસ., આબ્રીજની મરામત, જાળવણી અને ઓરેવા ગ્રુપને ખાનગી ધોરણે સોંપવા બાબતે સરકારી વિભાગો, મોરબી નગરપાલીકા દ્વારા મળેલ મીટીંગ એજન્ડા ચકાસણી કરી કાર્યવાહી કરવી. એમ.ડી. જયસુખ પટેલે જિલ્લા કલેકટર તંત્ર કે નગરપાલીકાની સક્ષમ ઓથોરીટીની જાણ બહાર પરીવારજનો સાથે રીબીન કાપી જગજાહેર ઉદઘાટન કર્યું તેની તસ્વીરો પણ ખેંચાવી છતા પણ એફ.આઈ.આર.માં નામ શા માટે નથી? બ્રીજની દુર્ઘટનાની ફોરેન્સીક લેબની તપાસના રીપોર્ટને ધ્યાને લઈ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે.