સમગ્ર ઘટનાને ગુજરાતના અગ્રીણોએ વખોડી ખાધી
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અને ખ્યાતનામ વરિષ્ટ પત્રકાર આરનાબ ગોસ્વામીના વાહન ઉપર મુંબઈ ખાતે થયેલ હુમલા સંદર્ભે ગુજરાતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉગ્ર વિરોધ કરી આ પ્રકારની ઘટના પાછળના દોરી સંચારથી લઈ પ્રત્યેક બાબતની ઉંડી તપાસ કરવા માંગણી કરી છે.
લોકતંત્રમાં અભિપ્રાયભેદ, વૈચારિક વિરોધ, ટીકાત્મક અવલોકન કે, કોઈ પણ પ્રકારે રાજકીય આગેવાનો સંદર્ભે કોઈ અવલોકન કરે તે સ્વાભાવિક બાબત છે અને પ્રચાર માધ્યમોની સ્વતંત્રતાના પ્રાણ સમાન છે, ત્યારે લોકતંત્રમાં વાણી અને વિચારોની અભિવ્યક્તિના સંબંધમાં આવી હુમલાની ઘટના બને તે ક્યારેય પણ સ્વીકારી ન શકાય.
ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણીઓએ આરનાબ ગોસ્વામી પરના હુમલાની આકરી નિંદા કરી આવી સહિષ્ણુતાને કદાપિ સ્થાન ન હોય શકે તેમ ઉમેર્યું છે. વરિષ્ટ પત્રકાર અને પદ્મ પુરસ્કાર વિભૂષિત લેખક, ઈતિહાશ વિદ વિષ્ણુભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિયી ટીચર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લીગલ રીસર્ચ ફાઉન્ડેશન (ઈન્ડિયા)ના ચેરપર્સન સૌરાષ્ટ્ર વિશ્ર્વ વિદ્યાલયના પૂર્વ ઉપકુલપતિ કલ્પકભાઈ ત્રિવેદી, વરિષ્ટ પત્રકાર વિવેચક અને સમાજ શાસ્ત્રી કિશોર મકવાણા, એનએમએમએલ તીનમૂર્તિ નવીદિલ્હીના સભ્ય રિઝવાન કાદરી, ટીચર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ શશીરંજન યાદવ સંવાહક પત્રકારત્વ સંસ્થાના વરિષ્ઠ લેખક શિરીષ કાશીકરે આ માંગણી કરી છે.