ઇએમઆરઆઈ અને જિલ્લા આરોગ્ય તથા વહીવટી તંત્રના નેજા હેઠળ ૧૦૮ ઈમરજન્સી સેવા ચાલી રહી છે અને કોરોનાના કપરાં સમયમાં પણ જીવના જોખમે ૧૦૮ માં ફરજ બજાવતા પાયલોટ તથા ઇએમતી તબીબો દ્વારા દર્દીઓની સમયસરની અને પૂરી કાળજી સાથે સેવા અપાઈ રહી છે, ત્યારે છેલ્લા ૩ માસ દરમિયાન સવિશેષ સેવા આપનાર ૧૦૮ ના કર્મીઓની સેવા બિરદાવવામાં આવી હતી, અને સન્માનિત કરાયા હતા. જુનાગઢના ૧૦૮ ના જિલ્લા અધિકારી વિસ્તૃત જોશીએ કોરોના ના કપરા કાળમાં છેલ્લા ત્રણ મહિનાની કામગીરીમાં સુંદર કામગીરી કરનાર ભેસાણ લોકેશનમાં પાયલોટ ભરતભાઈ નંદાણીયા, ઇએમટી દિવ્યાબેન ગોસાઈ, માણાવદર લોકેશનમાં પાયલોટ જસ્મીનભાઈ બાલાસર અને ઇએમટી જયદીપ ભાઈ દવેની ફરજ, સેવાને બિરદાવી હતી અને ઈએમ કેર એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન