પરિષદના રાજકોટ શાખાના હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટને એઈમ્સ આપવા બદલ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા સોમવારે સાંજે ૬ કલાકે ત્રિકોણબાગ ખાતે અભિનંદન સમારોહનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની સાથે શહેરની તમામ એનજીઓ જોડાશે કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શાખાના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટને એઈમ્સ મળે છે તેવી રાજયના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાતથી પરિષદના રાજકોટ શહેરના કાર્યકર્તાઓ ખૂબજ ખુશ થયા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રને એઈમ્સ મળે તે માટે ટુંક સમયમાં અમે લાંબી લડત માટે તૈયારી કરતા હતા ત્યારે આ સમાચારથી કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસની દિશામાં કઈક નકકર કરવા માંગે છે.તેવી પ્રતીતિ થઈ છે.
સરકાર, મીડીયા અને અનેકવિધ સંસ્થાઓનાં સામુહિક પ્રયત્નને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ફાળવેલી એઈમ્સ રાજકોટને મળી છે. ત્યારે એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા માટે વૈશ્વીક કક્ષાની તબીબી સારવારનાં દ્વારા ખૂલી ગયા છે. એઈમ્સના કારણે રાજકોટનો સર્વાંગી વિકાસ થશે અને અનેક નાના મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. રાજકોટનાં પ્રતિનિધિ એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અમો કેન્દ્ર સરકાર અને રાજયસરકારનો વિકાસ પરિષદ વતી નવા વષૅની આ મહત્વપૂર્ણ ભેટ આપવા માટે અભિનંદન પાઠવીએ છીએ આ તકે અબતકની મુલાકાતે રાજેશભાઈ ગોંડલીયા, મહેશભાઈ મહેતા, બળવંતભાઈ ચૌહાણ, હિંમતભાઈ લાબડીયા, કિશોરભાઈ સગપરીયા પધાર્યા હતા.