રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની સરકાર દ્વારા નાણામંત્રી પિયુષ ગોયલે ખેડુતો અને મઘ્યમવર્ગને અનેક લાભો-ફાયદો થાય તે માટે અનેક રાહતો આ બજેટમાં આપવામાં આવેલ છે.
તેમજ દેના ગરીબો- મઘ્યવર્ગની ૮૦ ટકા જનતાને ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ સુધીની આવકને કરમુકત કરવાની જાહેરાત એ ખુબ જ મોટી રાહત સમાન છે. તેવી જ રીતે ખેડુતોને પ્રતિ ર હેકટરે વાર્ષિક છ હજાર રૂપિયા સુધીની રોકડ સહાય, તેમજ શ્રમિકો મહિને રૂત્રણ હજાર નું પેન્શન આપવાની જાહેરાત એ ઐતિહાસિક છે.બજેટમાં ખેડુતો, મજુરો, શ્રમિકો, નોકરીયાતો, મહીલાઓ, મઘ્યમવર્ગ વિગેરે માટે અનેક રાહતો આપવા બદલ ભાનુબેન બાબરીયાએ અભિનંદન આપ્યા છે.