રવિ જાદવએ 2025 સુધીમાં 1000 મેરેથોન પૂર્ણ કરવાનો સંકલ્પ
તાજેતરમાં શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટ રનર્સ ગૃપના સભ્ય રવિભાઇ જાદવે 500મી હાફ મેરેથોન પૂર્ણ કરવાની સિધ્ધીને બીરદાવવા તેમજ તેમની મેરેથોન જર્ની પર લખાયેલ પુસ્તક “ધ એકલવ્ય ઓફ રનીંગ” વિમોચન જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજકોટ રનર્સ ગૃપ, રાજકોટ સાઇકલીંગ ક્લબ, રાજકોટ રેન્ડોનીયર્સ ગૃપ, ટી પોઇન્ટ ગૃપના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયેલ હતા. 500 મેરેથોન પૂર્ણ કરવાની સિધ્ધી મેળવનાર રવિભાઇ જાદવ સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ વ્યક્તિ છે. આ પ્રસંગે રવિભાઇએ 500 મેરેથોનની સિધ્ધીએ નહીં અટકવાનો નિર્ધાર જાહેર કરતા જણાવ્યું કે તેમનો ધ્યેય 2025ના વર્ષ સુધીમાં 1000 મેરેથોન પૂર્ણ કરવાનો છે.
રાજકોટ રનર્સ ગૃપ 2016ની સાલથી રાજકોટ શહેરમાં રનીંગ તેમજ ફીટનેસ સંબંધીત પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. આ ગ્રુપમાં 16 વર્ષથી 76 વર્ષ સુધીની ઉંમરના સભ્યો નિયમિત રીતે રેસકોર્ષ પર સાથે મળીને રનીંગ અને તંદુરસ્તી સબંધીત અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતા રહે છે. 500 મેરેથોન પૂર્ણ કરવાની રવિભાઇ જાદવે મેળવેલ સિધ્ધીને રાજકોટ રનર્સ ગ્રુપ બીરદાવે છે અને 100 મેરેથોન સફળતાથી પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.