મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં થયેલા સર્વેમાં મળ્યા ચોંકાવનારા તારણો
54 ટકા સ્ત્રીઓએ જણાવ્યું કે પતિ કે પ્રેમીનો તમામ પહેરવેશ પોતે નક્કી કરે છે!
જ્યારે કોઇપણ પ્રેમસંબંધોમા રિક્વેસ્ટ ઓર્ડરમા બદલે અને અપેક્ષાઓ વધે ત્યારે સંબંધો ખાટા પડી શકે છે. સબંધોમાં પતિ અને પત્ની બન્ને વચ્ચે સમજણ હોવી ખુબ જરૂરી છે. સ્ત્રી જ્યારે પ્રેમ કરે છે ત્યારે પોતાના પતિ કે પ્રેમીનુ ખુબ ધ્યાન રાખે છે. શરૂઆતમાં દરેક વાતને શાંતીથી સાંભળે છે અને માને છે. પરંતુ તેના પ્રેમને અસુરક્ષા અથવા અસલામતીની ભાવના પણ સમજી શકાય છે. ખાસ કરી સ્ત્રીઓ આ ભાવના ન સમજતા પોતાના પતિ કે પ્રેમીની જીંદગીમા વધુ હસ્તક્ષેપ કરવા લાગે છે. જેના કારણે સ્ત્રી વધારે પઝેસીવ થવા લાગે છે. જેને મનોવિજ્ઞાનની પરિભાષામાં પઝેસીવ પર્સનાલીટી ડિસઓર્ડર તરીકે ઓળખવામા આવે છે. આ જ પઝેસીવ પર્સનાલીટી ડિસઓર્ડર કોરોના મહામારી દરમ્યાન ઘણી બધી સ્ત્રીઓમાં જોવા મળી છે. આ બાબતને ધ્યાનમા રાખીને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ક્રિષ્ના કાબરીયા અને ડો.ડીમ્પલ રામાણીએ આ સર્વે 1350 લોકો પાસે માહિતી એકઠી કરી કરેલ અભ્યાસથી જાણવા મળ્યું હતું કે,
70% સ્ત્રીઓ હંમેશા પોતાની વાત મનાવવાની કોષીશ કરે છે જ્યારે 66% સ્ત્રીઓ પોતાનાં પ્રેમી કે પતિ પર સતત નજર રાખે છે, 54% સ્ત્રીઓ પોતાના પ્રેમી કે પતિનો તમામ પહેરવેશ પોતે નક્કી કરે છે. પોતાના પ્રેમી કે પતિને પોતાના પ્રેમનો અહેસાસ વારંવાર કરવવો એ વૃતિ 55% સ્ત્રીઓમાં અને 45% પુરૂષોમા જોવા મળે છે. 65% પુરુષોમાં મહિલાઓની વાતો પર ગુસ્સે થવાનું વલણ જોવા મળે છે.
પોતે જ સાચો પ્રેમ કરે છે અને તે સાચી જ હોય એવી માન્યતા 72% સ્ત્રીઓ ધરાવે છે. બહેન કે બહેનપણીનું નામ પણ પ્રેમી કે પતિ લે તો જલન કે ઇર્સ્યા વૃતિનુ વર્તન 76% સ્ત્રીઓમાં જોવા મળે છે. પોતાના પ્રેમી કે પતિનાં મોઢે બીજી સ્ત્રીના વખાણ ન સાંભળી શકે આ પ્રકારનું વલણ 46% સ્ત્રીઓ અને 54% પુરૂષોમાં જોવા મળ્યું છે. 65% પુરૂષો સતત એવુ જ ઇચ્છે છે કે તેની આજુ બાજુ જ તમારૂ જીવન હોય. 66% સ્ત્રીઓ દરેક બાબતમા પોતાના પતિ કે પ્રેમીને જવાબદાર ગણે છે. બીજા લોકોની સાથે વાતચીત ન કરવા દેવાનું વલણ 68% પુરૂષો અને 32% સ્ત્રીઓમાં જોવા મળે છે.
વારંવાર ફોન ચેક કરવાનું અને શંકા કરવાની વૃતિ 73% સ્ત્રીઓમાં જોવા મળે છે. 74% સ્ત્રીઓમાં વફાદારી પર શંકા સેવવાનું વલણ જોવા મળે છે. ફોન રીસીવ ન કરવાથી 55% પુરૂષો અને 45% સ્ત્રીઓમાં રીસાઇ જવાનુ કે જગડો કરવાનુ વર્તન જોવા મળે છે. 68% સ્ત્રીઓ વિરોધી જાતીના લોકો સાથે સખત નફરત કરે છે. 65% સ્ત્રીઓમાં વધુ અપેક્ષા રાખવાનું વલણ જોવા મળે છે. 65% પુરૂષો સબંધોમાં મુક્તતાની ખામી અનુભવે છે. 52% સ્ત્રીઓમાં અને 48% પુરૂષોમાં જાહેર સ્થળોએ અધિકાર પણાનો દેખાડો કરવાની વૃતિ જોવા મળે છે. 68% સ્ત્રીઓ ડીટેક્ટીવનો રોલ નિભાવવા જેવું વર્તન કરે છે.
65% સ્ત્રીઓ જણાવે છે કે પ્રેમી કે પતિનો બધો જ સમય/ક્ષણેક્ષણ તેની પોતાની સાથે જ વિતાવવો જોઇએ. દિવસ દરમ્યાન સતત પોતાની સાથે જોડાઇ રહેવાનું વલણ 68% સ્ત્રીઓમાં જોવા મળે છે. સબંધોને જડપથી બનાવવાની ઉતાવળ 63% પુરૂષો અને 37% સ્ત્રીઓમાં જોવા મળે છે.
જ્યારે બે લોકો વચ્ચે સંબંધ શરૂ થાય છે, ત્યારે પ્રેમની સાથે પેજન્સીની ભાવના આવે છે. તે એક કુદરતી બાબત છે, જે લગભગ દરેક સંબંધોમાં હોય છે. જો કે, જ્યાં સુધી તે મર્યાદામાં રહે છે ત્યાં સુધી બધું બરાબર ચાલે છે. વધારે પડતી પઝેસિવનેસ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
પ્રેમ, અનુરાગ અને કેર એવા શબ્દો છે જે સ્ત્રી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેનો અર્થ એ નથી કે પુરુષવાદી વિચારધારા પ્રબળ થવી જોઈએ. પરંતુ તે ચોક્કસપણે એક ભાવના છે જે સ્ત્રીમાં વધુ સંવેદનશીલ અને વ્યવહારિક હોય છે. કોઈને પ્રેમ કરો અને બદલામાં તેની પાસેથી પ્રેમની અપેક્ષા રાખો. પરંતુ જ્યારે કોઈના પ્રેમથી દુર થઈ જવાનો તમને ડર લાગે છે ત્યારે શું થાય છે? તમે ક્યારેય વિચાર્યું છે? તમારા જીવનસાથીમાં પઝેસિવનેસ (અધિકારપણાની ભાવના) તમારા જીવનને કેવી અસર કરે છે? ઓવર પઝેસિવનેસ સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે.
કોઈ વ્યક્તિ આપણી સંભાળ લે તે દરેક વ્યક્તિને પસંદ હોઈ છે. આટલી મોટી દુનિયામાં કોઈ એક એવી વ્યક્તિ જે આપણું ધ્યાન રાખે છે. તમે સાંભળ્યું જ હશે કે કોઈ કોઈને ગાંડાની જેમ પ્રેમ કરે છે. તો પછી તમે પણ સાંભળ્યું હશે કે કોઈક કોઈના પ્રેમમાં પાગલ છે. પ્રેમ હોય ત્યાં સુધી બધું બરાબર પરંતુ વધારે પડતી અધિકારની ભાવના વ્યક્તિમાં આવે ત્યારે સંબંધમાં કડવાશ પેદા થાય છે. ઘણી વખત વ્યક્તિ કોઈ બાબતમાં વધુ સંવેદનશીલ બને છે. જેમ કે, તે ક્યાં હશે, તે શું કરતો/કરતી હશે, તેને જમ્યું હશે કે નહીં?, તેને કોઈ સમસ્યા તો નહીં હોઈને?, કોઈ છોકરો તેની તરફ ખરાબ નજરથી જોતો નહીં હોઈને?
હક જતાવવા વચ્ચે રક્ષણ કરવુ અને ખુબજ પાતળી ભેદરેખા છે. ઘણા લોકો રિલેશનશીપમા અથવા લગ્નજીવનમા એક બીજા ઉપર અધિકાર જતાવતા હોય છે. પ્રેમ એનેજ કહેવાય તેવુ તમારા મનમા ચાલી રહ્યુ હશે પણ અમુક વખત લોકો તેના પાર્ટનર માટે ખુબજ લાગણીશીલ બની જતા હોય છે. તેઓ સામેવાળી વ્યક્તિમા પોતાની માલીકીપણાનો ભાવ લઈને ફરતા હોય છે પણ આ લાગણી સામાન્ય નથી પણ માનસિક બીમારી નોતરે છે.
પહેલા તો બધું જ રિક્વેસ્ટથી શરૂ થાય છે. જેમ કે, આપણે વધુ સમય સાથે વિતાવવો પણ ત્યારબાદ તે ફરીયાદમાં પરિવર્તીત થઈ જાય છે અને ટોન્ટના રુપમા કહેવાય છે કે હમણાં તું પરિવાર સાથે વધુ સમય પસાર કરે છે મારી સથે નહીં તારે કામ માટે આટ્લું બધું શું બહાર જવું પડે? આપણે સાથે રહેવાનો મતલબ શું છે? આ પ્રકારના સંવાદો બાદ કપલમાં એકબીજા પ્રત્યે શંકા, જેલેસી અને માલીકીપણાનો ભાવ આવે છે. ત્યારબાદ હેરાનગતી ઇમોશનલ અત્યાચાર અને છેલ્લે રોવાનુ તો આવે જ છે.
પણ શુ આ પ્રકારનો સ્વભાવ સામાન્ય છે? શું તમે પણ તમારા પાર્ટનર પ્રત્યે વધુ પડતા પઝેસીવ થઈ જાવ છો? આવું ત્યારે જ થાય છે જ્યારે તમને તમારા પાર્ટનર માટે ઇનસિક્યોરીટી થાય છે અને તમે ઈચ્છો છો કે સામેવાળી વ્યક્તિ તમને પ્રેમ કરે અને મહત્વ આપે અને આ સંજોગોમા વિનંતીને બદલે ઓર્ડરો વધી જાય છે. માલીકીપણાનો ભાવ ત્યારે જ પનવે છે જ્યારે સેલ્ફ લવ અને આત્મવિશ્વાસની કમી હોય આમ તો આ બધુ પ્રેમમા સમાન્ય છે પણ તમે તેની બોર્ડર ક્યારે ક્રોસ કરી છે તેની ખબર રહેતી નથી.
તેને લીધે તમારો પાર્ટનર તનાવ અનુભવે છે પઝેસીવ વ્યક્તિ તેના પાર્ટનરનુ વોટ્સેપ, ફેસબુક જોયા કરે છે. તમારો પાર્ટનર વિપરિત સેક્સના લોકો સાથે તમે કેટલા સંપર્કો રાખો છો તેની સામે જઘડો કરે છે અને તેના મિત્રો સાથેના વ્યવહારો તોડવા અંગે દબાણ કરે છે. દરેક સમયે તમને ફોન કરીને અપસેટ કરે છે કે તમે કઇ જગ્યાએ છો, તમારા મિત્રોને સોશિયલ મિડિયા પર સતત ફોલો કરે છે તેના પરિવાર અને મિત્રોને એક તરફ રાખી પોતાના પાર્ટનરને તેનુ વિશ્વ માને છે. જો તમારા પાર્ટનર પણ આવુ કરતા હોય તો તેને પર્સનાલીટી ડિસોર્ડર હોય શકે છે.
ઓવર પોઝિટિવ પાર્ટનરના લક્ષણો
– પોતાની દરેક ઇચ્છાને બળપૂર્વક લાદવી
– હંમેશા બધું જાણવા ઇચ્છા
– દરેકને બાબતમાં શંકા કરવી
– સંબંધોમાં કડવાશ આવવાના કારણો
– ફોન રિસીવ ન કરવાથી ઝગડો થવો
– વિજાતીય મિત્રો પર શંકા
– ઈમોશનલ મફિળફ કરવો
– વધુ+પ્રેમ મેળવવાની ઈચ્છા
– જાહેર સ્થળે દેખાડો કરવો
– દરેક બાબત મિત્રોને જણાવી દેવી
– તેમના પસંદ કરેલા જ કપડાં પહેરો એવી ઈચ્છા
– અન્યની પ્રશંસા ન સાંભળી શકવી