વિપક્ષી નેતાવશરામ સાગઠિયાએ હાજરીપત્રક ઝુટવી લીધું: હાજરી પુરવામુદ્દે જબરી બબાલ: સતત અઢી કલાક સુધીકોંગ્રેસે સભાગૃહને 

જસદણ વિધાનસભાની પેટાચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે રાજકોટ મહાનગરપાલિકામાં મળેલીજ નરલ બોર્ડની બેઠકમાં કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી જોકે સભાગૃહની બહાર ભાજપનાકોર્પોરેટરોએ હાજરીપત્રકમાં હાજરી પુરી લીધાની ઘટના પ્રકાશમાં આવતા કોંગ્રેસે જબરો હંગામો મચાવ્યો છે. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ હાજરી પત્રકકબજે કરી લેતા ભાજપના કેટલાક કોર્પોરેટરો બોર્ડમાં હાજર હોવા છતાં હાજરી પુરવાથી વંચિત રહ્યા હતા.

DSC 3129

હાજરી પુરવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરી બબાલ સર્જાઈ હતી. સતત અઢી કલાક સુધી કોંગ્રેસે સભાગૃહને બાનમાંલીધું હતું અને સેક્રેટરી પાસે લેખિતમાં એવું લીધું હતું કે, હાજરી પત્રકમાં ભાજપના કોર્પોરેટરે કયારે સહી કરી તે અમને ખ્યાલ નથી.

DSC 3181

જસદણનીચુંટણીની આચારસંહિતાના કારણે જનરલ બોર્ડમાં કાર્યવાહી કરી શકાય કે કેમ ? તે અંગે ચુંટણીપંચે અભિપ્રાય ન આપતા આજેબોર્ડ માત્ર વંદે માતરમના ગાન પુરતુ સીમીત રહ્યું હતું. જોકે બોર્ડની મીટીંગ પૂર્વે જ સભાગૃહની બહાર ભાજપના કોર્પોરેટરોએ હાજરી પત્રકમાં હાજરી પુરીલીધી હોવાની ઘટના સામે આવતા વિરોધ પક્ષ કોંગ્રેસે જબરો હંગામો મચાવ્યો હતો.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ હાજરીપત્રક કબજે કરી લીધું હતું.બોર્ડ બેઠક પૂર્ણ થયા બાદ પણ વિપક્ષી નેતાએ હાજરી પત્રક ન આપતા ભાજપનાકેટલાક નગરસેવકો બોર્ડમાં હાજર હોવા છતાં હાજરી પુરાવાથી વંચિત રહ્યા હતા.

DSC 3204

હાજરી મુદ્દે સતત અઢી કલાક સુધી કોંગ્રેસના નગરસેવકોએ સભાગૃહમાં જ ધરણા કર્યાહતા. દરમિયાન વોર્ડ નં.૭ના ભાજપના નગરસેવિકાહિરલબેન મહેતા બોર્ડમાં હાજર હોવા છતાં હાજરી પુરી ન શકતા તેઓએ બોર્ડની બેઠક પૂર્ણથયા બાદ હાજરી પુરવા માટે કોંગ્રેસ પાસે હાજર પત્રકની માંગણી કરી હતી આ મુદ્દે વિપક્ષીનેતા વશરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયકાનગડ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. સતત અઢી કલાકની બબાલ બાદ કોંગ્રેસેમ્યુનિ.સેક્રેટરી હરીશ ‚પારેલીયા પાસે એવું લખાવી લીધું હતું કે, સામાન્ય રીતે જનરલ બોર્ડની મીટીંગ દરમિયાન નગરસેવકોની હાજરી પુરવામાં આવતી હોય છે પરંતુ આજે સવારે ૧૦:૩૫કલાકે હાજરી પત્રક સભ્યની સહી માટે શાખાના પટ્ટાવાળાને આપ્યું ત્યારે તે સીધા જનરલબોર્ડની મીટીંગમાં જ‚રી દસ્તાવેજો અને રોજ કામ સહિતનું સાહિત્ય લઈ પહોંચ્યાહતા. ભાજપના કોર્પોરેટરોએ કયારેઅને કેટલા વાગ્યે હાજરી પત્રકમાં સહી કરી તેની અમને જાણ નથી. આ લખાણ બાદ મામલો શાંત પડયો હતો.

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, જનરલ બોર્ડની બેઠકમાં સભ્યો હાજરી પૂર્વે તે પૂર્વે જ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ હાજરી પત્રક ઝુટવી લીધું હતું જેના કારણે ભાજપના પણ કેટલાક સભ્યો હાજરી પુરાવી શકયા નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું કે, બોર્ડમાં સભ્યો હાજર હોવા છતાં તેને હાજરી પુરવા ન દેવી તે કોંગ્રેસની દાદાગીરી છે. કોંગ્રેસના કોર્પોરેટર ન હોવા છતાં સભાગૃહમાં આવવાની જીદ કરે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી સાથે બેફામ ગાળાગાળી કોંગ્રેસના કાર્યકરે કરી છે જે બતાવે છે કે કોંગ્રેસ દાદાગીરી પર ઉતરી આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.