ઉપમુખ્યમંત્રી નીતીન પટેલના ‘દાદાઓ’ શબ્દ સામે કોંગ્રેસના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ કરી વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું કે, કોંગ્રેસ અને તેમના દાદાઓએ ગપ્પા મારીને લુંટ ચલાવી હતી.
નીતીન પટેલના આ નિવેદન સામે આજે વિધાનગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને ધારાસભ્યો વોકઆઉટ કરી ગયા હતા.વિધાનગૃહમાંથી વોકઆઉટ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે તમે બધા શું કરો છો? તેની અમને ખબર છે. અમુક વિસ્તારો અમુક વ્યકિતઓની દાદાગીરીના કારણે ઓળખાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક પોલીસ અધિકાીઓ ભાજપની નોકરી કરતા હોય તેમ ઓળખાય છે. પોલીસ અધિકારીઓ રાજકીટ એજન્ડા પર કામ કરી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ભૂતકાળમાં કેટલાક પોલીસ અધિકારીઓ જેલમાં પણ ગયા હતા.કોંગ્રેસ નહેરુ, સરદારના પગલે ચાલી પ્રજાના હિતમાં કામ કરે છે.આ તકે તેમણે જાહેરાત કરી જણાવ્યું કે નીતીન પટેલના આ વર્તનના વિરોધમાં આજે અમે વિધાનગૃહમાંથી વોકઆઉટ કર્યો છે હવે કોંગ્રેસના નેતાઓ દરેક ક્ષેત્રમાં સવિનય કાનુન ભંગ કરશે. કોંગ્રેસે આગેવાને જણાવ્યું હતું કે અમારા પૂર્વજો પર આવા શબ્દો બોલી ન શકાય આવા શબ્દો સામે અમારો સખ્ત વિરોધ છે. દરમિયાન નીતીન પટેલે જણાવ્યું હતું કે મેં કોઇના વ્યકિત વિશેષતા દાદા વિશે નથી કહ્યું આજના આ વિરોધ કાર્યક્રમ અંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમારો પણ કયારેય સમય આવશે.