રાજકોટમાં આવતીકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં આંદોલન કરવાની મંજૂરી લેવા માટે કોંગ્રેસના નેતાઓ પોલીસ પાસે ગયા હતા. પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસના નેતાઓ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ગિરધરભાઈ વાઘેલા, વસરામભાઇ સાગઠિયા, હેમંત વિરડા, અભિષેક તાળા તેમજ ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલિયા જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા. આથી પોલીસે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા સહિત કાર્યકરોની અટકાયત કરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. અહીં પણ કોંગ્રેસ નેતાઓ ધરણા પર બેસી ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસના આગેવાનોએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે નામદાર સુપ્રીમકોર્ટનું માર્ગદર્શન હોવા છતાં ખેડૂતોને ખેડૂત સંમેલન કરવાની મનાઈ શા માટે ફરમાવવામાં આવી રહી છે. ગત તા.૨૦ના રોજથી સાંજના સમયથી ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા છે. કિસાન સંમેલન યોજાય એ પહેલાં ૨ દિવસથી સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોને તંત્રએ નજર કેદ કરવાનું ચાલુ કર્યું છે.
Trending
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?
- સૂતી વખતે પગમાં ‘નસ’ ચડી જાય છે તો…
- ભારતીય હાઈ કમિશને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ પરના ‘અત્યંત નિરાશાજનક’ હુમલાની નિંદા કરી
- વિશાખા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે 3 રાશિઓનું ભાગ્ય બદલાશે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય,મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.