હાલ ગુજરાતમાં રાજકોટમાં થયેલ દલિતની હત્યાથી હાહાકાર મચી ગયો છે તો આજ રોજ આ દલિતના વતન સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગજજ નેતાઓએ મુલાકાત લીધી હતી તે સમયે પિડીત પરીવારજનોને ન્યાય મળે તેવી માંગણીઓ ગ્રામજનોએ કરી હતી
હાલ જયારે આ સરકારમાં દલિતો અને ગરીબો ઉપર અવાર નવાર અત્યાચારો થતા હોય છે તો સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામનો પરીવાર રાજકોટ સાપર વેરાવળ ખાતે મજુરી અર્થ ગયેલ ત્યા સાપર વેરાવળમા રાદડીયા ફેક્ટરી આગળથી પસાર થતા ત્યા ઉભેલા ફેક્ટરી ના માણસોએ વાંક વગર મુકેશ વાણીયાને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારેલ અને મુકેશ વાણીયાના બે બાળકો અને પત્નીને નિરાધાર કરેલ
આ બાબતે પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા રાજ્ય સભા પુવે.સાંસદ અને અનુસુચિત જાતિ આયોગ પુવે મેમ્બર્સ રાજુભાઈ પરમાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગજજ નેતાઓએ આવ્યા હતા અને આ પિડીત પરિવારને સાંત્વના આપી હતી
તે સમયે લોકોની માંગણીઓ એવી હતી કે આ મૃતક મુકેશભાઇ વાણિયાના પરિવારમાં મુકેશભાઇને પત્નીને નોકરી આપવી તેમજ પરનાળા ગામે સરકાર તરફથી પાંચ વિઘા જેટલી જમીન મળે તો આવનાર સમયે મુકેશભાઇના જે હાલ નિરાધાર સંતાનો છે તેને સારા ેએવો અભ્યાસ મળી રહે અને આ જે ગુન્હેગારો છે તેને સખ્તમાં સખ્ત સજા મળે તેવી પરિવાર અને ગામલોકોએ માંગણી કરી હતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com