કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા અરવિંદ લાડાણી
માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂતહિત રક્ષક એવા અરવિંદભાઇ લાડાણી એ કપાસના પાક વીમા પ્રશ્ર્ને આ તાલુકા ના ખેડૂતો ને અન્યાય કરતા ભારે રોષ ભરાઇ રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ ને એક પત્ર પાઠવી રજૂઆતો કરી ખેડૂતો ને ન્યાય અપાવવા કમર કસી છે
લાડાણી એ જણાવેલ છે કે માણાવદર તાલુકાના ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ કપાસના પાક માટે પ્રિમીયમ ભરેલું હતું અને તાલુકાના દશ ગામોના વીશ ખેતરો અખતરા માટે પસંદ થયેલા અને તેનું ક્રોપ કટીંગ કરતા સરેરાશ ઉત્પાદન એક હેક્ટરે ૧૪૨ કિલો જેવું થયું હતુ આ આંકલન પાંચ વર્ષની સરેરાશ અને ચાલું વર્ષ ના ઉત્પાદન નો તફાવત જોતા ખેડૂતોને કપાસનો પાક વીમો ૯૦ ટકા જેટલો મળવો જોઈએ જયારે વીમા કંપનીએ ફકત ૧૪ ટકા કપાસ વીમો ચુકવી ખેડૂતો ને અન્યાય કરેલ છે જેથી સરકારે આ બાબતે સ્પેશિયલ તપાસ પંચ નીમી કૌભાંડ ની તપાસ કરાવશે તો સત્ય બહાર આવશે
સરકારે ક્રોપ કટીંગ પુરૂ થઇ જાય કે તરત જ તેના આંકડા જાહેર કરી દેવા જોઇએ અને તેની નકલો જે તે તલાટીમંત્રી ના દફતરે રાખવા તલાટીને નકલો આપી દેવી જોઇએ જેથી વીમા કંપની ખોટું કરે તો ઝલાઇ શકે છે સરકારે તાકીદથી બે વર્ષ ના આંકલાન આંકડા જાહેર કરવા જોઇએ અને ખેડૂતો ને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવા જોઇએ તેમ અરવિંદભાઇ લાડાણી એ જણાવ્યું હતુ