મોંધવારી અને ફુગાવા જેવી સમસ્યાઓને પગલે માર્કેટમાં માઠી પરિસ્થિતિ સર્જાઇ છુ. ત્યારે ડુંગળીના વેપારીઓને વેચાણ ઉપર પુરતા ભાવ ન મળતા ડુંગળી તેમને રડાવી રહી છે.
રમણીકભાઇ ચીખલીયા એ જણાવ્યું કે માર્કેટીંગ યાર્ડમાં ૫૧ પીસી ડુંગળીનું વેચાણ કરવા આવ્યા હતા એમનું કહેવું છે કે ડુંગળીનો ૩૯-૪૦ રૂપિયા ભાવ છે. એના પણ ર૦ રૂપિયા ભાડુ અને ૧૧ રૂપિયા પીસીના થઇ જતા ખેડુતના ભાગે માત્ર ૮-૯ રૂપિયા જ બચે છે જેથી તેમનું ભાડું પણ માથે પડે છે.
ડુંગળીના વેપારી વિમલભાઇ રંગોણીએ જણાવ્યું કે માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા આવ્યા હતા તેમનું કહેવું છે કે ડુંગળીનું ઉત્પાદન તો ખુબ સારુ છે પરંતુ ઓછા ભાવના કારણે તેઓને ભાડાના પૈસા પણ ઘટે છે ડુંગળીની આવક ઘણી છે પરંતુ ઓછા ભાવના કારણે ખેડુતો વેચાણ જ નથી કરતાં.
જયસૃુખભાઇ શીવાભાઇ કપુરીયા ગામ સરઠા સોરઠના વતની ખેડુત મિત્ર જયસુખભાઇ શીવાભાઇ કપુરીયા જણાવ્યું કે જે માર્કેટીંગ યાર્ડમાં ૧૦૫ પીસી ડુંગળીનું વેચાણ કરવા આવ્યા હતા તેમનું કહેવું છે કે ર૦ કિલો દીઠ ૩૯ રૂપિયા ભાવ છે તેમાં ર૦ રૂપિયા વાહનુ: ભાડુ અને ૧૧ રૂપિયા જેટલુ પીસીનું ભાડુ થઇ જાય છે સારા ઉત્પાદન હોવા છતાં ખેડુતને પાછળ કાંઇ વધતું નથી જેના નિરાકરણમાં ખેડુત મિત્રએ ભાવ વધારો જોઇએ એમ કહ્યું હતું.