ઠાકોર સાહેબ  માંધાતાસિંહ ઓફ રાજકોટ, રાણી સાહેબ કાદમ્બરી દેવી ઓફ રાજકોટ અને મહારાજા સાહેબ હિમાંશુસિંહ ઓફ ગોંડલએ રાજવી પરંપરા નિભાવી

શ્રી શંકરાચાર્ય પીઠાધિરોહણ પરંપરાએ માત્ર કોઈ ધાર્મિક કે સામાજિક વિધિ નથી પરંતુ  બ્રહ્મલીન અનંતશ્રી વિભૂષિત 1008 જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના સ્થાને અનંતશ્રી વિભૂષિત દ્વારકા પીઠાધિશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો પટ્ટાભિષેકએ આધ્યાત્મ જગતની જ નહીં પરંતુ ભારતીય મૂળ પરંપરાની મોટી ધટના છે. ઠાકોર સાહેબ  માંધાતાસિંહફ ઓફ રાજકોટ  અને  મહારાજા સાહેબ  હિમાંશુસિંહફ ઓફ

ગોંડલ પોતાના સદભાગ્ય ગણે છે કે પોતે આ દિવ્ય ધટનાના સાક્ષ્ાી બન્યા અને આ ઐતિહાસીક સમારોહ જેમાં ત્રિવેણી સંગમ સમા ત્રણ જગદગુરૂ શંકરાચાર્યફની દિવ્ય ઉપસ્થિતિ દ્વારકામાં એ રાષ્ટ્રની મહત્વની ધટના હતી.

IMG 20221016 WA0032

બંને રાજવીઓએ પોતાના ઉદગારો દર્શાવતા એમ પણ કહયુ હતુ કે આપણે નસીદાર, ભાગ્યશાળી છીએ કે આદિશ્રી જગદગુરૂ શંકરાચાર્યજીના ચાર પૈકી એક મઠ આપણા સૈારાષ્ટ્રમાં શારદાપીઠ  દ્વારકા છે. આપણે આ પ્રાંતમાં વસીએ છીએ. અનંતશ્રી વિભૂષીત દ્વારકાશારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીફ મહારાજનો આજે પટ્ટાભિષેક ઉત્સાહ, હર્ષ અને અતિઆનંદ સાથે ઉજવાય રહયો છે. આપણા સૈા માટે આ ધન્ય ધડી છે. પરમ પૂજય જગતગુરૂ શંકરાચાર્યજીના ચરણોમાં સેવક ભાવે નતમસ્તક વંદન કરીએ છીએ અને સનાતન ધર્મની ધજા યુગો સુધી વિશ્ર્વમાં લહેરાતી રહે એવી કાળિયા ઠાકોરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.

IMG 20221016 WA0029

જગદગુરૂ શંકરાચાર્યફ સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના દ્વારકા ખાતે પીઠાધિરોહણ અને મહાભિનંદન સમારોહમાં કેન્દ્રમંત્રી પ્રહલાદસિંહ પટેલ, કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંઘ ફુલસ્તેજી, જામનગરના સાંસદ  પૂનમબેન માડમ, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરજી, ડો. વલ્લભભાઈ કથિરીયા,  અને દેશ-વિદેશથી પધારેલ સંતો-મહંતોની શુભેચ્છાઓ અને જગદગુરૂ શંકરાચાર્યજી તરફનો બધાનો આદરભાવ તથા અભિવાદન આ સમારોહની લાક્ષ્ાણિક્તા હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.