વિવિધ કેટેગરીમાં અનેક પ્રકારના ટેક્સને કારણે મુશ્કેલી

જીએસટીમાં વિવિધ કેટેગરીમાં અનેક પ્રકારના ટેક્સના કારણે ટૂર એન્ડ ટ્રાવેલ ક્ષેત્રમાં ભારે મુશ્કેલી ઊભી થઇ છે. સર્વિસ ટેક્સના કાયદામાં ટૂર ઓપરેટરોની સ્પષ્ટ વ્યાખ્યા હતી જ્યારે જીએસટીમાં તેનો અભાવ છે. ઉપરાંત હોટેલ કે રૂમની કેટેગરી બદલાય તો પણ ટેક્સનો દર બદલાઇ જતો હોવાથી ટૂર ઓપરેટરો પર દસ્તાવેજીકરણનું ભારણ અભૂતપૂર્વ વધ્યું છે. આ અંગે કેન્દ્રીય નાણાં મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે અને ટેક્સનો એક જ દર નક્કી કરવા માંગ કરવામાં આવી છે.

ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત (ટેગ)ના સેક્રેટરી અનુજ પાઠકે જણાવ્યું હતું કે, ફહિ૧ં૪૭જીએસટીમાં અલગ-અલગ કેટેગરીમાં અલગ-અલગ રેટ આપવામાં આવ્યા છે. જ્યારે અમે પ્રવાસીને ટૂર પેકેજ આપીએ છીએ ત્યારે તેમાં અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ હોટેલ અને રૂમ હોય છે. જીએસટીમાં થ્રી સ્ટાર, ફોર સ્ટાર અને ફાઇવ-સ્ટાર માટે અલગ-અલગ રેટ છે. એક જ પેકેજમાં આ પ્રકારે જુદા-જુદા રેટ કઇ રીતે લાગુ કરવા તે વિશે ગૂંચવણ છે. સરકારે ટૂર પેકેજને માત્ર ટૂર પેકેજ ગણીને ટેક્સના દર નક્કી કરવા જોઇએ. કોર્પોરેટ ગ્રાહકો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માંગતા હોવાથી મોટાભાગના ટૂર ઓપરેટરો માટે પાંચ ટકાના સ્લેબમાં જવું શક્ય નથી. ટૂર ઓપરેટરો માટે જીએસટી હેઠળ ડોક્યુમેન્ટેશનનું કામ ખૂબ વધી ગયું છે, જેની અસર છેવટે સર્વિસીસની ગુણવત્તા પર પડવાની આશંકા છે.આ ઉપરાંત વિદેશી ઓનલાઇન બુકિંગ કંપનીઓ જીએસટી વગર જ બિઝનેસ કરતી હોવાની ફરિયાદ પણ એસોસિયેશને કરી છે. પાઠકે જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયને આ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે અને જીએસટી રિવ્યૂ મિટીંગમાં તેનું નિરાકરણ આવવાની અપેક્ષા છે.

સીએ કરીમ લાખાણીએ કહ્યું હતું કે, ફહિ૧ં૪૭ટૂર અને ટ્રાવેલ્સ બિઝનેસમાં અલગ-અલગ એચએસએન નંબરોને લઇને ગૂંચવણ છે. સરકારે સર્વિસ ટેક્સમાં ટૂર ઓપરેટરની જે સ્પષ્ટ વ્યાખ્યા હતી તે મુજબ જીએસટીમાં પણ વ્યાખ્યા આપવી જોઇએ. માત્ર ટિકિટ બુકિંગ કરતા હોય કે માત્ર સાઇટ સિઇંગની સર્વિસ આપતા હોય કે સમગ્ર ટૂર પેકેજ ઓફર કરતા હોય તે તમામ માટે સમસ્યાઓ છે અને સરકારે અન્ય ઉદ્યોગો માટે એફએક્યુ જાહેર કર્યાં છે તે પ્રકારે ટૂર એન્ડ ટ્રાવેલ સેગમેન્ટ માટે પણ જાહેર કરવા જોઇએ. જે ટૂર ઓપરેટર વિદેશના પેકેજ આપે છે તેમના માટે સમસ્યા એ છે કે તેઓ ભારતીય પ્રવાસીઓને વિદેશમાં જે સેવાઓ આપે છે તેના પર કઇ રીતે ટેક્સ લગાવવામાં આવે અને તે ટેક્સ પર આઇટીસી કઇ રીતે મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.